ભારતના ટોચના રેસલાર્સએ ફરી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. સાત મહિલા કુસ્તીબાજોએ મધ્ય દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. આ વર્ષની શરૂઆતમાં પણ કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને અન્ય ટ્રેનર્સ સામે વિરોધ કર્યો હતો.
Podium से फुटपाथ तक।
आधी रात खुले आसमान के नीचे न्याय की आस में। pic.twitter.com/rgaVTM5WGK
— Vinesh Phogat (@Phogat_Vinesh) April 23, 2023
“>
રેસલર બજરંગ પુનિયાએ કહ્યું કે જ્યાં સુધી બ્રિજ ભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ. વિનેશ ફોગાટે કહ્યું, ‘વારંવાર પ્રયત્નો કરવા છતાં, સરકાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં જ ખાઈશું અને સૂઈશું. અમે ત્રણ મહિનાથી કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર અને અન્ય સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સમિતિના સભ્યો અમને જવાબ નથી આપી રહ્યા, તેઓ અમારા કૉલ પણ ઉપાડતા નથી. અમે દેશ માટે મેડલ જીત્યા છે અને આ માટે અમારી કારકિર્દી દાવ પર લગાવી દીધી છે.’
23 જાન્યુઆરીના રોજ, ખેલકૂદ મંત્રાલયે બોક્સર એમસી મેરી કોમના નેતૃત્વમાં પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી અને એક મહિનામાં તેનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું. બાદમાં, તેણે રિપોર્ટ સબમિટ કરવાની સમયમર્યાદા બે અઠવાડિયા સુધી લંબાવી અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની અપીલ પર તપાસ પેનલમાં બબીતા ફોગાટને તેના છઠ્ઠા સભ્ય તરીકે સામેલ કર્યા હતા.
સમિતિએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેનો અહેવાલ સુપરત કર્યો હતો, પરંતુ મંત્રાલયે હજુ સુધી તેના તારણો જાહેર કર્યા નથી. રેસલર સાક્ષી મલિકે કહ્યું અમે નિરાશ છીએ કે આ મુદ્દે સરકારી પેનલનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. અમે ઈચ્છીએ છીએ કે રિપોર્ટ, જેમાં મહિલા કુસ્તીબાજોના નિવેદનો નોંધવામાં આવ્યા છે, તેને સાર્વજનિક કરવામાં આવે. આ એક સંવેદનશીલ મુદ્દો છે, ફરિયાદ કરનારાઓમાં એક સગીર છોકરી પણ છે.
જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે કુસ્તીબાજોની ફરિયાદ છતાં WFI ચીફ સામે જાતીય સતામણીના આરોપોને સાબિત થઇ શક્યા નથી.