પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા કરવામાં આવ્યા પછી હજુ પણ ઉત્તર પ્રદેશના પોલીસ પ્રશાસન, રાજકારણ અને મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલે રવિવારે અતીક અને અશરફને દફનાવવામાં આવ્યા હતા અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે અતીકને આઠ અને અશરફને છ ગોળી વાગી હતી. અંતિમવિધિમાં અતીકના પરિવારના સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. અશરફ અને અતીકને તેના દીકરા અસદની નજીક દફનાવવામાં આવ્યો હતો. અસદને ગુરુવારે ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. રાજકારણી કમ માફિયા અતીક અહેમદની કરોડો રુપિયાની સંપત્તિ છે અને તેનો માલિક કોણ હશે તેના માટે અલગ અલગ તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ અને એની આસપાસના વિસ્તારમાં ચાર દસકાથી અતીકનું શાસન ચાલતું હતું, જેમાં ગેરકાયદે/બેરોકટોક સંપત્તિ બનાવી હતી. એક અહેવાલ અનુસાર અતીક અહેમદની 1,200 કરોડ રુપિયાની સંપત્તિનો માલિક છે, જ્યારે તેના આંકડામાં વધારો થઈ શકે છે. આ સંપત્તિમાં બેનામી અને ગેરકાયદે સમાવેશ થાય છે. અસદ અને ગુલામના એન્કાઉન્ટર પૂર્વે પણ ઈડીએ અતીક અને તેના સંબંધીના ઘરે પણ રેડ પાડી હતી.
તપાસ એજન્સીએ દરોડામાં 15 જગ્યાએ 100થી વધુ ઠેકાણે બેનામી અને ગેરકાયદે પ્રોપર્ટીઝના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. એા સિવાય પ્રયાગરાજ અને લખનઊના પોશ વિસ્તારમાં સંપત્તિઓ આવેલી છે, જે અતીક અને તેના સંબંધીના નામે હોવાનું પોલીસે જણાવ્યું હતું. અતીકની પત્ની શાઈસ્તા પરવીન ફરાર છે, તે અતીકની અંતિમવિધિમાં પણ આવી નહોતી. બે દીકરા બાળ સુધાર ગૃહમાં છે. ચૂંટણીના એફિડેવિટ અને ઈન્કમ ટેક્સના દસ્તાવેજોમાં અતીકે બહુ ઓછી આવકનો નિર્દેશ કર્યો છે.
બનાવટી કંપનીઓ મારફત બ્લેક મનીને વાઈટ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રયાગરાજના બિઝનેસમેન દીપક ભાર્ગવ અને જાણીતા બિલ્ડર સંજીવ અગ્રવાલે તેની મદદ કરી હતી. મની લોન્ડરિંગના કિસ્સામાં અતીકના પરિવારના સભ્યોની હજુ કોઈ પૂછપરછ કરવામાં આવી નથી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.