સાંતાક્રુઝના રહેવાસીઓએ રવિવારે પાલિકા અને એમએમઆરડીએ સામે ધરણાં કરીને વિરોધ નોંધાવ્યો હતો. ૧૦ સોસાયટીના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને એ સમસ્યાઓ સરકાર અને પ્રશાસન સમક્ષ હાઈલાઈટમાં આવે એ અર્થે ધરણાં કરવામાં આવ્યાં હતાં. અનેક રાજકીય પક્ષોએ રહેવાસીઓને ટેકો પૂરો પાડ્યો હતો. વરસાદી પાણીનો તેમ જ કચરાના નિકાલ જેવી અનેક સમસ્યાઓનો સામનો રહેવાસીઓ કરી રહ્યા છે. (અમય ખરાડે)