કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડરા હાલમાં કર્ણાટકના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર સભાઓને સંબોધી હતી. આ જ મુલાકાત દરમિયાન મૈસુરની હોટેલમાં પ્રિયંકાએ કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર ચારેકોર થઈ રહી છે.
વાત જાણે એમ છે કે પ્રિયંકાએ પોતાની આ વિઝિટ દરમિયાન મળેલાં બ્રેકમાં ઢોસા બનાવીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકાએ કર્ણાટક રાજ્યમાં તેમના વ્યસ્ત ચૂંટણી પ્રચારમાંથી બ્રેક માટે સમય કાઢ્યો હતો અને નાસ્તો કરવા માટે મૈસુરની સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા હતા. જ્યાં પહોંચીને તેને ઢોસો બનાવવાનું મન થઈ ગયું હતું અને તેમણે પોતાની આ ઈચ્છા પૂરી પણ કરી હતી.
और जब प्रियंका ने बनाया मैसूर में डोसा @priyankagandhi #KarnatakaAssemblyElection
pic.twitter.com/H4zXPVWXJK— Brajesh Rajput (@brajeshabpnews) April 26, 2023
આ સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમાર, પાર્ટીના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા અને કેટલાક અન્ય લોકો સાથે પ્રિયંકા મૈસુરની સૌથી જૂની હોટેલ માયલરીમાં નાસ્તો કરવા પહોંચી ગયા હતા. ઈડલી અને ઢોસા ખાધા બાદ વાડ્રાએ ઢોસા બનાવવાનું શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમની આ ઈચ્છા તાત્કાલિક પૂરી કરવામાં આવી હતી. પ્રિયંકાની ઈચ્છા સાંભળીને રેસ્ટોરન્ટના માલિક ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમને પોતાની સાથે રસોડામાં લઈ ગયો હતો. જ્યાં પ્રિયંકાએ પોતે ઢોસા બનાવ્યા હતા… પ્રિયંકાનો આ ઢોસા બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.