સંસદ સભ્ય બન્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર વાયનાડ પહોંચ્યા હતા. તેમની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. આ દરમિયાન પ્રિયંકાએ ભાવુક ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેની પાસે તેમનો પતિ અને બાળકો છે પરંતુ તેમનો ભાઇ રાહુલ એકલો છે. વાયનાડના લોકોને સંબોધતા પ્રિયંકાએ કહ્યું કે તેનો ભાઈ આ દુનિયાનો સૌથી સાચો વ્યક્તિ છે જે ખુલીને બોલે છે અને કોઈથી ડરતો નથી.
પ્રિયંકાએ કહ્યું, ‘તમે જાણો છો કે તે સૌથી સાચો માણસ છે, કોઈથી ડરતો નથી. સત્તાના દળો તેને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓ મક્કમ છે. પ્રિયંકાએ રાહુલના ઘરે જવાનો ઈમોશનલ કિસ્સો શેર કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું હતું, ‘ગઈ કાલે હું રાહુલના ઘરેથી ફર્નિચર પેક કરી રહી હતી. મને યાદ છે કે થોડા વર્ષો પહેલા મારા બાળકો અને પતિએ મને અમારું ઘર ખસેડવામાં મદદ કરી હતી. મારો પોતાનો પરિવાર છે પણ મારો ભાઈ એકલો છે, તેને મદદ કરવાવાળું કોઈ નથી, પણ આપણે બધા તેની સાથે છીએ.’
I was packing up Rahul’s furniture at his house. I was reflecting on the fact that my children and spouse helped me relocate my home a few years ago. But my brother doesn’t have a family of his own to help him, even though he has the rest of us.
: @priyankagandhi Ji pic.twitter.com/wuzfm5hLcV
— Congress (@INCIndia) April 11, 2023
પ્રિયંકા ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર સરકાર રાહુલ ગાંધી પર નિર્દયતાથી હુમલો કરે છે કારણ કે રાહુલ પ્રશ્નો પૂછે છે અને લોકોનો અવાજ ઉઠાવે છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે રાહુલ ગાંધી સત્ય માટે લડી રહ્યા છે અને લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે, તેથી તેમને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘કેટલાક ભાજપના નેતાઓએ કહ્યું કે કોંગ્રેસે એક વ્યક્તિનો મુદ્દો ઉઠાવ્યો અને તેને જનતાનો મુદ્દો ગણાવ્યો. મને લાગે છે કે સરકાર એક વ્યક્તિને બચાવવા માટે બધું કરી રહી છે. આ વ્યક્તિનું નામ ગૌતમ અદાણી છે. પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે, ‘આજે સરકારને લાગે છે કે તે કોઈપણનો અવાજ બંધ કરી શકે છે, એરપોર્ટ અને બંદરો વેચી શકે છે… આખી સરકાર એવી વ્યક્તિનો બચાવ કરી રહી છે જેણે તેમની મદદથી લાખો કરોડો કમાયા છે. કમાવ્યા છે, પરંતુ દેશના ખેડૂતને મદદ કરવામાં આવી રહી નથી જે રોજના માત્ર 27 રૂપિયા કમાય છે.