Homeદેશ વિદેશદેસી ગર્લે સફળતા માટે લીધો હતો બ્લેક મેજિકનો સહારો?

દેસી ગર્લે સફળતા માટે લીધો હતો બ્લેક મેજિકનો સહારો?

બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા દુનિયાભરામં લોકપ્રિય છેય તેણે પોતાની મહેનતથી સફળતા મેળવી છે ત્યારે તાજેતરમાં પોતાના કરિયર અંગે અફવા ફેલાવવામાં આવી રહી છે કે તેણે સફળતા મેળવવા માટે બ્લેક મેજિકનો સહારો લીધો હતો. યુટ્યૂબર રણવીર અલ્લાહબડિયાએ પ્રિયંકાને ઇન્ટરવ્યૂ દરમિયાન સવાલ કર્યો હતો કે તેની કરિયર અંગે એવી વાતો વહેતી થઈ હતી કે તે શૈતાનની પૂજા કરે છે અને તેની સફળતા પાછળનું રહસ્ય આ જ છે.

પ્રિયંકાએ આ વાત સાંભળીને કહ્યું હતું, ‘ભયાનક. શિવજી સાચે જ મારા પર નારાજ થશે. મારી કરિયરને બરબાદ કરવા માગતા ઘણાં લોકો મારા જીવનમાં આવ્યા હતા. તેઓ મારી પાસેથી મારું કામ છીનવી લેવા માગતા હતા. તેઓ પ્રયાસ કરતા કે મને કોઈ ફિલ્મ ના મળે, કારણ કે હું જે પણ કરતી તે ઘણી જ સારી રીતે કરતી. મને આવી કોઈ વાત રોકી શકી નહીં. હું બેસીને રાહ જોવામાં અથવા દુઃખી થવાનું પસંદ કરતી નથી. મારી પાસેથી એક તક છીનવાઈ ગઈ હશે તો હું એક રાત રડી હોઈશ, પરંતુ હું તેને લઈને બેસી નહોતી રહી. તમારે બીજાની વાતો સાંભળવી બંધ કરવી પડે છે. તમારી પર જે લોકોને વિશ્વાસ હોય તે લોકો પર તમારે ફોકસ કરવાનું હોય છે. પ્રકાશ પર ફોકસ કરો, થોડી પ્રેરણા લેવાનો પ્રયાસ કરો, કારણ કે જ્યારે લોકો તમને દબાવવાનો પ્રયાસ કરે છે ત્યારે આ બધું જોવાનું સૌથી મુશ્કેલ હોય છે. કે વિશ્વમાં ઘણા ઓછા લોકો બીજાની સફળતામાં ખુશ થાય છે. આ વાત ભારતના લોકો પર પણ લાગુ પડે છે.’
પ્રિયંકા વર્ષ 2000માં મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ પ્રિયંકાએ વર્ષ 2002માં તમિળ ફિલ્મ ‘થમીઝ્હાન’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં પ્રિયંકાએ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઑફ સ્પાય’થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. બોલિવૂડમાં સફળતા મેળવ્યા બાદ પ્રિયંકાએ વર્ષ 2015માં અમેરિકન ટીવી સિરીઝ ‘ક્વાન્ટિકો’થી હોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે કેટલીક હોલિવૂડ ફિલ્મ્સ પણ ખરી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તેને કરિયરમાં આટલી બધી સફળતા મળી તે અંગે વિવિધ અફવા ફેલાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -