મુંબઈઃ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને વિદેશમાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં દીકરી માલતીના ફોટોગ્રાફ શેર કરીને તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ તાજેતરમાં બ્લેક કલરના ડીપ સ્ટ્રેપલેસ વન પીસ ગાઉન પહેરીને ગ્લેમરસ ફોટો શૂટ કરાવ્યા બાદ તેના ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થયા છે.
પ્રિયંકા ચોપરા પણ પર્સનલ લાઈફને પણ હવે બિંદાસ શેર કરવા લાગી છે અને ચાહકો પણ તેને વધાવી રહ્યા છે. બોલીવૂડની દેસી ગર્લ અને ગ્લોબલ સ્ટાર તરીકે જાણીતી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં બ્લેક કલરનું ડીપ નેક સ્લીવલેસ વન પીસ ગાઉન પહેરીને ફોટોગ્રાફસ ઈન્સ્ટાગ્રામ પર રજૂ કરીને આગ લગાવી છે.
બ્યુટિફુલ એન્ડ સેક્સી પોઝ આપતી પ્રિયંકાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થયા છે અને લાખો લોકોએ તેને વખાણી છે. પ્રિયંકાના આ સ્ટાઈલમાં ખૂબ જ એટિટયૂડમાં દેખાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ શેર કરતા લખ્યું છે કે મારી પસંદગી માટે હું છું. લાખો લોકોએ તેની લાઈક કરી છે, જ્યારે હજારો લોકોએ તેના પર કમેન્ટ કરી રહ્યા છે, જેમાં એક યૂઝરે લખ્યું હતું કે હમારી દેસી ગર્લ કો અંગ્રેજ લેકે ગયે, જ્યારે બીજા યૂઝરે લખ્યું હતું કે રિમાઈન્ડસ મી ઓફ ધ ડેસી ગર્લ એરા…!!!