બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. તેણે પોસ્ટ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વોટર બાઈકનો વીડિયો પોસ્ટ કર્યો હતો. નોંધનીય છે કે દેસી ગર્લને વોટર સ્પોટ્સ ખૂબ જ ગમે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તે ‘લવ અગેન’માં જોવા મળશે. આ ઉપરાંત તે ‘ઓલ કમિંગ બેક ટૂ મી’માં લીડ રોલમાં જોવા મળશે. વેબ સિરીઝ ‘સીટાડેલ’માં પણ પ્રિયંકાએ કામ કર્યું છે. પ્રિયંકા ડિરેક્ટર ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે જરા’મા કેટરીના કૈફ તથા આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.