Homeટોપ ન્યૂઝ‘પુલવામા હુમલા બાદ વડાપ્રધાને મને ચૂપ રહેવા કહ્યું હતું’ J&Kના પૂર્વ ગવર્નર...

‘પુલવામા હુમલા બાદ વડાપ્રધાને મને ચૂપ રહેવા કહ્યું હતું’ J&Kના પૂર્વ ગવર્નર સત્યપાલ માલિક

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઈન્ટરવ્યું દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્ર સરકાર પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. એક ન્યુઝ પર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં સત્યપાલ મલિકે દાવો કર્યો છે કે ફેબ્રુઆરી 2019માં કશ્મીરના પુલવામા સૈનિકો પર થયેલો આતંકી હુમલો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક મોટી ભૂલ હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીને ભ્રષ્ટાચાર પ્રત્યે કોઈ ખાસ નફરત નથી.
સત્યપાલ મલિકે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભૂલોને કારણે ફેબ્રુઆરી 2019 માં પુલવામામાં સૈનિકો પર ઘાતક હુમલો થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. વડાપ્રધાન મોદીએ તેમને આ વિષે ન બોલવા સલાહ આપી હતી. આ હુમલા વખતે સત્યપાલ મલિક જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલે આરોપ લગાવ્યો કે પુલવામા હુમલો ગૃહ મંત્રાલયની બેદરકારીનું પરિણામ હતું. સીઆરપીએફએ જવાનો માટે તેમણે એરક્રાફ્ટની માંગણી કરી હતી, પરંતુ ગૃહ મંત્રાલયે ઇનકાર કર્યો હતો. તે પછી સીઆરપીએફએ જવાનોને જે રૂટ પરથી મોકલવામાં આવ્યા હતા તેની યોગ્ય તપાસ થઇ ન હતી.આટલું જ નહીં સત્યપાલ મલિકનો દાવો છે કે પીએમ મોદીને કાશ્મીર વિશે કંઈ ખબર નથી. તેમણે કહ્યું કે વડાપ્રધાન કાશ્મીરને લઈને ગફલતમાં છે અને તેમને કાશ્મીર વિશે કોઈ જાણકારી જ નથી.
તેમણે કહ્યું કે હું સ્પષ્ટપણે કહી શકું છું કે વડાપ્રધાન મોદીને ભ્રષ્ટાચાર પ્રત્યે કઈ ખાસ નફરત નથી. તેનો મોટો પુરાવો એ છે કે હું જયારે ગોવાનો રાજ્યપાલ હતો ત્યારે મેં ફરિયાદ કરી હતી કે ગોવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્રણ દિવસ પછી તેમણે પોતે જ મને ફોન કરીને કહ્યું કે સત્યપાલભાઈ, તમારી માહિતી ખોટી છે. મેં પૂછ્યું, તમને કોની પાસેથી ખબર પડી, તો તેણે કહ્યું કે ફલાણા માણસ પાસેથી ખબર પડી. મેં કહ્યું કે આ માણસ પોતે મુખ્યપ્રધાનના ઘરે બેસીને પૈસા લે છે. તેના એક અઠવાડિયા પછી મારી બદલી થઈ, તો હું કેવી રીતે માની શકું કે તેમને ભ્રષ્ટાચારથી નફરત છે.
તેમને એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિને કોણ મળવાનું છે એની યાદી PMOમાં નક્કી થાય છે. તેમને કહ્યું કે એક વાર મારી રાષ્ટ્રપતિ (દ્રૌપદી મુર્મુ) સાથે એપોઇન્ટમેન્ટ હતી ત્યારે હું ગવર્નર હતો. હું તેમને મળવા જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં મને ફોન આવ્યો કે કે તમારી અપોઈન્ટમેન્ટ કેન્સલ થઈ ગઈ છે. મને ખબર પડી કે રાષ્ટ્રપતિની અપોઈન્ટમેન્ટ લીસ્ટ પણ PMOમાંથી તૈયાર થાય છે.
તેમને એમ પણ કહ્યું કે હું જયારે વડપ્રધાન મોદીને મળ્યો ત્યારે ત્યારે લાગ્યું કે તેઓ ખુબ અજાણ(Ill informed) વ્યક્તિ છે. તેમને કશું ખબર જ નથી હોતી. બાકી બધું પડતું મુકીને તેઓ પોતાનામાં જ મસ્ત રહે છે.
સત્યપાલ મલિક ફેબ્રુઆરી 2019ના પુલવામા આતંકી હુમલા અને તે જ વર્ષે ઓગસ્ટમાં કલમ 370 નાબૂદ કરવા દરમિયાન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. તેઓ બિહાર, જમ્મુ-કાશ્મીર, ગોવા અને મેઘાલયના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -