મુંબઈઃ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મુંબઈ મહાનગર પાલિકા, એમએમઆરડીએના અને અન્ય પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ સમારોહમાં હાજરી આપવા આવી રહ્યા છે. મોદી સાંજે 4.14 કલાકે મુંબઈ આવશે અને ત્યાર બાદ તેઓ કેટલા વાગે ક્યાં જશે, શું કરશે એની માહિતી સામે આવી છે.
આવો છે મોદીજીનો કાર્યક્રમ-
4.14 કલાકે મુંબઈમાં આગમન
4.15 કલાકે મુંબઈના બીકે ગ્રાઉન્ડ ખાતે પ્રસ્થાન
5.05 કલાકે બીકેસીમાં કાર્યક્રમના સ્થળે આગમન
5.05થી 5.10 કલાકે સ્વાગત
5.10થી 5.28 કલાક સુધી વિકાસકામના ઉદ્ઘાટનની ડોક્યુમેન્ટ્રી
5.28થી 5.38 કલાક સુધી નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું ભાષણ
5.38થી 5.48 કલાક સુધી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું ભાષણ
5.48થી 6.18 કલાક સુઝી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
6.19 કલાકે વડા પ્રધાન મેટ્રોના ઉદ્ઘાટન માટે પ્રસ્થાન કરશે
6.30 કલાકે ગુંદવલી સ્ટેશન પર આગમન
6.34 કલાકે મેટ્રોનું ઉદ્ઘાટન
6.38 કલાકે વડાપ્રધાન મોદી મેટ્રોની ટિકિટ ખરીદશે
6.40 કલાકે મેટ્રો એપનું ઉદ્ઘાટન
6.53 કલાકે ગુંદવલી સ્ટેશનથી મેટ્રોમાં પ્રવાસ
7 કલાકે એરપોર્ટ માટે પ્રસ્થાન
मी उद्या मुंबईत असेन. 38,000 कोटी रु. खर्चाच्या प्रकल्पांचे उद्घाटन आणि पायाभरणी यावेळी केली जाणार आहे. यामध्ये मेट्रो कनेक्टिव्हिटी सुधारणे, रेल्वे पायाभूत सुविधा, सांडपाणी प्रक्रिया तसेच आणखी कामांचा समावेश आहे. या कामांमुळे राहणीमानाचा दर्जा उंचावण्यास चालना मिळेल.
— Narendra Modi (@narendramodi) January 18, 2023
250થી વધુ એસટી કરી બુક
વડાપ્રધાન મોદીજી મુંબઈ આવી રહ્યા છે એ માટે 250થી વધુ એસટી બસનું બુકિંગ કરવામાં આવ્યું હતું અને મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર જિલ્લામાંથી આ બસો રવાના થશે. દશેરાના સંમેલન બાદ પહેલી જ વખત ફરી એક વખત આટલા મોટા પ્રમાણમાં એસટી બસનું બુકિંગ કરવામાં આવ્યું છે.
900 અધિકારી અને 4500 પોલીસ બંદોબસ્તમાં ખડેપગે
શિંદે સરકારની સ્થાપના બાદ પહેલી જ વખત મોદીજી મુંબઈ આવી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન મુંબઈમાં મોદી એક રોડ શો પણ કરશે. આ કાર્યક્રમ યોગ્ય રીતે પાર પડે એ માટે મુંબઈ પોલીસના 900 જેટલા અધિકારીઓ અને 4500 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તહેનાત હશે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કાર્યક્રમની આસપાસપા પરિસરમાં ડ્રોન, પેરાગ્લાઈડર્સ તેમ જ રિમોટ કન્ટ્રોલ લાઈટ એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.