વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષક સંઘને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે હું હંમેશાં વિદ્યાર્થી જ રહ્યો છું. તેમણે ભારતીય શિક્ષકો દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ છવાયેલા છે તેમ જણાવ્યું હતું અને ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું નામ આપી જણાવ્યું હતું કે જે રીતે પુરુષોત્તમ રુપાલા કહે છે કે હું આજીવન શિક્ષક છું તે રીતે હું ગર્વથી કહું છું કે હું આજીવન વિદ્યાર્થી છું. વડાપ્રધાને પોતાની સાથે થયેલા શિક્ષકોના અનુભવ અંગે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે હું સમાજમાં જે કંઈ પણ થાય છે તેને બારીકાઈથી અભ્યાસ કરતા શિખ્યો છું. આજે શિક્ષકોના અધિવેશનમાં મારા આજ અનુભવોને તમારી સમક્ષ કહેવા માગું છું. 21મી સદીમાં ઝડપથી બદલાતા સમયમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા બદલાઈ રહી છે, શિક્ષકો બદલાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ બદલાઈ રહ્યા છે. આ બદલાતી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે આગળ વધીએ તે મહત્વનું છે.
પહેલા શિક્ષકો પાસે સંશાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જેવા પડકાર હતા, ત્યારે વિદ્યાર્થીઓ તરફથી ખાસ પડકાર નહોતા. આજે સ્થિતિ બદલાઈ છે, સંશાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા દૂર થઈ રહી છે. પરંતુ આજના વિદ્યાર્થીઓનો તે કૂતુહલ છે તે શિક્ષકો માટે પડકાર બની રહ્યો છે કારણ કે તેઓ પોતાના પુસ્તકરોમાંથી બહાર નીકળીને નવું શીખવાની અને સમજવાની જિજ્ઞાસા રાખી રહ્યા છે. અહીં બેઠેલા શિક્ષકો રોજ આ બાબતનો અનુભવ કરતા હશે.
Speaking at the Akhil Bhartiya Shiksha Sangh Adhiveshan in Gandhinagar. https://t.co/rRETZiqz5x
— Narendra Modi (@narendramodi) May 12, 2023
પીએમ મોદીએ શિક્ષકોને કહ્યું કે, શિક્ષણની સાથે સાથે પોતાને વિદ્યાર્થીઓના ગાઈડ અને મેન્ટોર પણ બનાવે. તમે પણ જાણો છો કે ગૂગલ પરથી ડેટા મળી શકે છે, પણ પરંતુ નિર્ણય તો પોતે જ કરવો પડે છે. એક ગુરુ જ શિક્ષકને માર્ગ દર્શાવી શકે છે કે તેઓ પોતાની માહિતીનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરી શકે. ટેક્નોલોજીથી માહિતી મળી શકે છે પરંતુ યોગ્ય દ્રષ્ટિકોણ તો શિક્ષક જ બતાવી શકે છે.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્રએ ડીપ લર્નિંગ અને શિક્ષક તથા વિદ્યાર્થીઓ વચ્ચેના અંતરની વાત કરી હતી, આ સાથે તેમણે કઈ રીતે શિક્ષક વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે તે અંગે વાત કરી હતી. પીએમ એ કહ્યું કે હું તમને ઉપદેશ આપવા નથી આવ્યો અને હું તમને ઉપદેશ આપી પણ ના શકું. જે રીતે એક શિક્ષક એવું ઈચ્છે કે તેમના બાળકોને સારા શિક્ષક મળે તે રીતે દરેક મા-બાપ એવું ઈચ્છે છે કે તેમના બાળકોને સારા શિક્ષક મળે. આ વાતને હંમેશા ધ્યાનમાં રાખો કે વિદ્યાર્થી તમારા વિચારો, વ્યવહાર, બોલચાલ, વર્તણૂકમાંથી ઘણું શીખે છે.
વિદ્યાર્થી સખત રહીને પણ કઈ રીતે કોમળ રહેવું તે શિક્ષક પાસેથી શીખે છે, નિષ્પક્ષ રહેવાના ગુણ પણ તેને શિક્ષક પાસેથી જ મળે છે. માટે પ્રાથમિક શિક્ષણનું મહત્વ ઘણું ખાસ હોય છે. શિક્ષક એવી વ્યક્તિ છે કે જેની સાથે વિદ્યાર્થી પરિવાર કરતા પણ વધારે સમય વિતાવે છે. માટે આપ સૌમાં આ દાયિત્વનો અહેસાસ ભારતની આવનારી પેઢીઓને મજબૂત કરશે, તેમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું.