વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે G20 નાણા પ્રધાનોઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ખૂબ જ સુરક્ષિત અને ભરોસાપાત્ર જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને કારણે લોકોના સામાન્ય જીવનમાં ઝડપી નાણાકીય સમાવેશ સરળતા થઈ છે.
વર્ચ્યુઅલ રીતે મીટિંગને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ગ્રાહકો અને ઉત્પાદકો ભવિષ્ય વિશે આશાવાદી છે. અમે આશા રાખીએ છીએ કે તમે આ સકારાત્મકતાને વૈશ્વિક અર્થતંત્રમાં ફેલાવશો. વડા પ્રધાને કહ્યું કે G20 ના પ્રમુખપદ દરમિયાન અમે એક એવું ફિનટેક પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની મદદથી G20 સભ્ય દેશો ભારતના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPIનો ઉપયોગ કરી શકશે.
G20ની આ બેઠક બેંગલુરુમાં થઈ રહી છે અને આજે શુક્રવારે આ બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ હાજર હતા.
આ બેઠકના પહેલા દિવસે IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે પણ ભાગ લીધો હતો. તેમણે આ મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ગીતા ગોપીનાથે ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિર્મલા સીતારમણની સાથે ગીતા ગોપીનાથ પણ સાડીમાં જોવા મળી રહ્યા છે.