બેંગ્લુરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠી ફેબ્રુઆરીએ બેંગ્લુરુમાં ઈન્ડિયા એનર્જી વીક (આઈઈડબ્લ્યુ) ૨૦૨૩નું ઉદ્ઘાટન કર્યું હતું. છઠ્ઠીથી આઠમી ફેબ્રુઆરી સુધી આઈઈડબ્લ્યુ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડા પ્રધાને ઈ૨૦ ફ્યુલ લોન્ચ કર્યું હતું. વડા પ્રધાને ગ્રીન મોબિલિટી રેલીને લીલી ઝંડી આપી હતી. ઈ૨૦ પેટ્રોલ અને ૨૦% ઈથેનોલનું બ્લેન્ડિંગ છે.
પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ મંત્રાલય વતી હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) દ્વારા યોજાયેલી રેલીમાં ઈ૨૦, ઈ૮૫, ફલેકસ ફ્યુલ, હાઈડ્રોજન, ઈલેકટ્રીક જેવા સસ્ટેનેબલ ગ્રીન એનર્જીના સ્રોતોનો ઉપયોગ કરતા ૫૭ વાહનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કર્ણાટકના ગવર્નર કર્ણાટકના મુખ્ય પ્રધાન, પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગૅસ, હાઉસિંગ એન્ડ અર્બન અર્ફેસના કેન્દ્રીય પ્રધાન અને પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગૅસ, લેબર એન્ડ એમ્પલોયમેન્ટ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન હાજર હતા.