Homeટોપ ન્યૂઝગુજરાતના વિવાદાસ્પદ ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી

ગુજરાતના વિવાદાસ્પદ ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી

હવે આઇપીસીની કલમ ૧૪૪નો ભંગ કરનારા સામે ફોજદારી ગુનો નોંધાશે

નવી દિલ્હી: ગુજરાતમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની કલમ ૧૪૪નો અમલ ચાલુ હોવા છતાં જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કે દેખાવો સહિતના ઉલ્લંઘનકારી કાર્યક્રમો યોજનારા લોકો સામે હવે ફોજદારી ગુનો દાખલ થઇ શકશે. ગુજરાત સરકારના આ અંગેના એક ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે. રાષ્ટ્રપતિની મંજૂરીને લીધે ગુજરાતની પોલીસને વધુ સત્તા મળી છે.
ગુજરાત વિધાનસભામાં ગત વર્ષે ક્રિમિનલ પ્રોસિજર કોડ (ગુજરાત સુધારો) બિલ ૨૦૨૧ પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયક કલમ ૧૪૪ સીઆરપીસી હેઠળ જારી કરાયેલા નિષેધાત્મક આદેશોના કોઈપણ ઉલ્લંઘનને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલા આદેશનો અનાદર) હેઠળ નોંધનીય (દખલપાત્ર) ગુનો બનાવી શકે છે. આ ઉપરાંત, સીઆરપીસીની કલમ ૧૯૫માં સુધારા મુજબ સંબંધિત જાહેર સેવકની લેખિતમાં ફરિયાદ સિવાય કોઈપણ અદાલત જાહેર સેવકોની કાયદેસર સત્તાના તિરસ્કાર માટે કોઈપણ ગુનાહિત કાવતરાની નોંધ લેશે નહીં.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફોજદારી કાર્યવાહીની સંહિતા (ગુજરાત સુધારો) બિલ ૨૦૨૧ને રાષ્ટ્રપતિ દ્વારા સંમતિ આપવામાં આવી છે.
બિલના નિવેદન અને ઓબ્જેક્ટ્સ મુજબ ગુજરાત સરકાર, પોલીસ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને સીઆરપીસી કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત આદેશો જારી કરવાની સત્તા આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરજો પર તૈનાત પોલીસ અધિકારીઓ સામે ૧૪૪ની કલમની ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવે છે ત્યારે આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની જરૂર છે. જોકે, સીઆરપીસીની કલમ ૧૯૫ (૧૯૭૩) આવા આદેશ જારી કરનાર જાહેર સેવક માટે ઉલ્લંઘન કરનારાઓ સામે ફરિયાદી બનવાનું ફરજિયાત બનાવે છે, જેનાથી ઉલ્લંઘનની નોંધ લેવામાં અવરોધ ઊભો થાય છે કલમ ૧૯૫ (૧) (એ) (૨) સીઆરપીસી અધિકારક્ષેત્રની અદાલતોને સંબંધિત જાહેર સેવકની લેખિતમાં ફરિયાદ સિવાય ગુનાઓની નોંધ લેવાથી પ્રતિબંધિત કરે છે. આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ મહત્તમ સજા છ મહિનાની કેદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -