Homeટોપ ન્યૂઝરાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ ફાઈટર જેટમાં ઉડાન ભરી, આસામના તેજપુર એરબેઝથી ટેકઓફ કર્યું

રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ ફાઈટર જેટમાં ઉડાન ભરી, આસામના તેજપુર એરબેઝથી ટેકઓફ કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ-30 MIK ફાઈટર જેટમાં કો-પાઈલટની સીટ પર બેસીને આસામના તેજપુર એર બેઝથી ઉડાન પૂર્ણ કરી હતી.

“>

ત્રણેય સેવાઓના સર્વોચ્ચ કમાન્ડર હોવાના કારણે, રાષ્ટ્રપતિને સેનાના દળો, શસ્ત્રો અને નીતિઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. જે અંતર્ગત’ દ્રૌપદી મુર્મુ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ અને રામનાથ કોવિંદ વાયુસેનાના ફાઈટર જેટમાં ઉડાન ભરી ચુક્યા છે. 2009માં તત્કાલિન મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ પણ ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી ચૂક્યા છે.

“>

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ગુવાહાટીમાં ગજરાજ ફેસ્ટિવલ-2023નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ અને માનવતા વચ્ચે પવિત્ર સંબંધ છે. જે કાર્ય કુદરત અને પશુ-પક્ષીઓ માટે કલ્યાણકારી છે તે માનવતાના હિતમાં પણ છે. તે ધરતી માતાના હિતમાં પણ છે. તેમણે હાથીઓને ખાવાનું ખવડાવ્યું હતું અને કાંજીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારીનો આનંદ માણ્યો હતો. રાષ્ટ્રપતિએ હાથીઓ સાથે દયાળુ વર્તન કરવા, તેમની હિલચાલને સરળ બનાવવા માટે તેમના કોરિડોરને અવરોધોથી મુક્ત રાખવાનું આહ્વાન કર્યું હતું.

“>

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય આસામ પ્રવાસ માટે ગુરુવારે બપોરે ગુવાહાટી પહોંચ્યા હતા. એરપોર્ટ પર આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ એરપોર્ટ પર હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -