Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

ત્રણ ફરિયાદો
આજે ટીવી ઉપરની કેટલીક જાહેરખબરો આપણે વાંચી શકીએ એટલો સમય પણ રહેતી નથી. બીજી ફરિયાદ એ છે કે દવાના પેકિંગ પર એટલા ઝીણાં અક્ષરે ચેતવણી લખી હોય છે કે વાંચી ન શકાય અને ત્રીજી ફરિયાદ એ છે કે કેટલાય ડૉક્ટરો આજે પણ બ્રાન્ડનેમથી પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, નહીં કે જેનેરિક નેમથી. આ ત્રણ ફરિયાદોનો ઇલાજ સરકાર કરશે કે?
– હુસૈન ઈ. બેગુવાલા
સાન્તાક્રુઝ (વેસ્ટ)
———-
વૃદ્ધ માતાપિતા સાથેનો સંવાદ ટાળવો નહીં
માતાપિતા ૭૦ની ઉંમરે પહોંચે ત્યારે દૈનિક ધોરણે તેમની સાથે વાત કરવાની આદત કેળવવી. અગત્યની વાત સમયને અભાવે ટાળવી નહીં. માતાપિતા સાથે અગત્યની વાત તુરંત કરી લેવી. ૭૦ની વયના વડીલો અચાનક વિદાય લેતા હોય છે અને પછી આપણને જીવનભર વડીલો સાથે યોગ્ય સમયે વાત ન કરવાનો અફસોસ રહે છે.
વધતી ઉંમરની સાથે ઘણીવાર માતાપિતાનું વર્તન નાના બાળક જેવું હોય છે. ઘણીવાર તેમની બધી ઇચ્છા પૂરી કરવાનું શક્ય નથી હોતું. મારે વિદ્યાર્થી અવસ્થામાં અમિતાભ બચ્ચનની એક જ ફિલ્મ વારંવાર જોવાની ઇચ્છા થતી. માતા પરવાનગી ન આપે ત્યારે મને દુ:ખ થતું, પરંતુ જીવનના અનુભવે સમજાવ્યું કે એમ મહેનતના પૈસા વગર વિચાર્યે ફિલ્મ જોવા વેડફાય નહીં, પરંતુ માતાપિતા પાસે અનુભવ મેળવવાનો સમય નથી રહેતો. તેમની ઇચ્છા વ્યાજબી નથી એ સમજવાને તેમને ઘણીવાર મોકો મળતો નથી. તેમના જીવનના થોડા જ દિવસ બચ્યા હોય છે. માટે બને તેટલી નમ્રતા સાથે સમજાવવાની કોશિશ કરવી. જેથી તેમની ગેરહાજરીમાં અફસોસ ન રહે.
મોટાભાગના માતાપિતા સંતાનનું ભલું જ ઇચ્છતા હોય છે અને સમજાવવાથી માની જતા હોય છે.
– આદર્શ વોરા,
ચેન્નાઈ-૬૦૦૦૧૦.
————-
‘પ્રજ્ઞા શોધ’ પરીક્ષા નવા સ્વરૂપે…?!
રાષ્ટ્રીય પ્રજ્ઞા શોધ પરીક્ષાના સ્વરૂપમાં સુધારણા કરવા અંગે ચર્ચા આરંભ થયેલ છે. નવીન સ્વરૂપમાં અધિકાધિક વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે શિષ્યવૃત્તિની સંખ્યા વધારવી તેમજ શિષ્યવૃત્તિની રકમ વધારવા અંગેની માહિતી ‘રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ પરિષદ’ (એનસીઈઆઈટી)ના એક વરિષ્ઠ અધિકારીશ્રીએ જણાવેલ.
આ પરીક્ષા દર વર્ષે રાજ્યસ્તર અને રાષ્ટ્રીય સ્તર એમ બે તબક્કામાં લેવાય છે. ૩૧ માર્ચ ૨૦૨૧ પર્યંત આ યોજનાને મંજૂરી મળી હતી. આ યોજનાનો આરંબ ૧૯૬૩માં થયેલ.
“રાષ્ટ્રીય પ્રજ્ઞા શોધ પરીક્ષા સ્થગતિ કરવામાં આવેલ છે- આ પ્રકારના સમાચાર વાંચ્યા તે અંગે અમારો સાલસ અભિપ્રાય:
“રાષ્ટ્રીય પ્રજ્ઞા શોધ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સર્વ વિદ્યાર્થીબંધુ ભગિનીઓ આજે જાગતિક સ્તરે પોતપોતાના ક્ષેત્રમાં અગ્રેસર છે. આ એક એવી પરીક્ષા છે જેમાં વિદ્યાર્થીઓનું બૌદ્ધિક સ્તરને દિશા સાંપડે છે. દેશની સર્વાંત્રિણ પ્રગતિ કાજે અત્યાવશ્યક છે. આ પૂર્વે શૈક્ષણિક ક્ષેત્રમાં ધોરણાત્મક બૂમબરાડા હોઈ, શિક્ષણ મંત્રાલય પ્રજ્ઞા શોધ પરીક્ષાને જીવંત રાખવા કમર કસશે એવી હાર્દિક અપેક્ષા….
– પ્રિન્સિ. કુંવરજી બારોટ, અંધેરી (પ), મુંબઈ.
————
“તીર્થ રક્ષા
જૈનોનું પ્રખ્યાત તીર્થસ્થળ “શ્રી રાણકપુર તીર્થ અને મૂછાળા મહાવીર તીર્થ અત્યંત પ્રાચીન છે. જૈનો ઘણી સંખ્યામાં તેની યાત્રાએ જાય છે, પણ આ તીર્થોના દસ્તાવેજ – માલિકી હક્ક જોતા આઘાત લાગે કે આ તીર્થ અત્યારે આપણું નથી, પણ વર્ષોથી સરકારની માલિકીનું છે.
આવા તીર્થો આપણે અત્યારે બનાવી ન શકીએ, પરંતુ તેની સુરક્ષાની જવાબદારી સમગ્ર જૈનોની- જૈન સંઘોની છે. ઇ. સ. ૨૦૦૯માં તે વખતના વહીવટદાર આણંદજી કલ્યાણજી પેઢીએ તીર્થ પર સરકારી માલિકી સ્વીકારી.
હવે આ ભૂલ સુધારવા આપણે તીર્થરક્ષા માટે જાગૃતિ લાવી જૈન શાસનની સેવા કરવી જરૂરી છે. દરેક વર્તમાન પત્ર અને મેગેઝીનમાં આ સત્ય રજૂ કરી સરકારને વિનંતી કરતા પત્રો લાખોની સંખ્યામાં લખવા જોઈએ.
આ માટે આપણે પત્રો વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી – ન્યુ દિલ્હીને લખવા જોઈએ. રાજસ્થાનના મુખ્ય પ્રધાનને, રાજસ્થાનના ફોરેસ્ટ ઓફિસર, ગૃહ પ્રધાન અમિત શાહ વગેરેને આ તીર્થ પાછું જૈન સંઘોને મળે તેમ લખવું જોઈએ. હાલ ઉપરોક્ત બંને તીર્થમાં ઘણા અશાતનાના કામો થાય છે તો આપણી ફરજ છે કે તીર્થ રક્ષા માટે આપણે આપણું જે શક્ય હોય તે યોગદાન આપીએ. આરાધના અને પ્રભાવના કરતા તીર્થરક્ષા લાખો ગણી ઊંચી છે.
– શાહ પ્રવિણચંદ્ર હરજીવનદાસ
બોરીવલી (વેસ્ટ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -