મોરબી હોનારત
૩૧ ઑક્ટોબરની મોડી સાંજે મોરબીની મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં લગભગ ૧૪૦ લોકોનાં મૃત્યુ થયા. જેમાં મહિલાઓ અને બાળકો વધારે હતા. ખૂબ જ અકલ્પનીય અને દુ:ખદ ઘટના. સરકાર એક્સનમાં આવી અને સ્થાનિક લોકોએ પણ નદીમાં પડેલાને બચાવવા અથાક પ્રયત્ન કર્યા, પણ અંધારું થઈ જતાં બચાવકાર્ય ખૂબ મુશ્કેલ બન્યું. સરકારે તરત ૯ જણાંની ધરપકડ કરી. જેમાં રીપેર કરનાર કંપનીના કર્મચારી, સુરક્ષા કર્મી અને બુકિંગ કલાર્ક પણ સામેલ છે. હંમેશ પ્રમાણે એકબીજા પર ઠીકરાં ફોડાયાં, પણ ટી.વી. પર જે ફોટા અને વીડિયો બતાવતા હતાં તે જોતા એક વાત ધ્યાનમાં આવી કે આમાં બીજા બધા સાથે પુલ જોવા જનાર પબ્લિક વધારે જવાબદાર છે. જે પુલની ક્ષમતા ૧૫૦ વ્યક્તિની છે ત્યાં ૩૦૦થી વધારે લોકો ભેગા થયા અને ઝૂલતો પુલ છે એટલે એને એક તરફથી ઝુલાવવાની કોશિશ પણ થતી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપ લગાવ્યો કે રિપેર કરનાર કંપનીની સાથે સુરક્ષાકર્મી અને બુકિંગ કલાર્ક આના માટે જવાબદાર છે. શા માટે આટલા બધા લોકોને પૂલ પર જવા દીધા. હવે સામાન્ય વાત છે કે લોકોના ટોળાંને એક-બે વ્યક્તિ કેવી રીતે કાબૂમાં રાખી શકે? લોકો એમની વાત માને? બુકિંગ કલાર્કને કેવી રીતે ધ્યાનમાં આવે લોકો આગળ વધશે જ નહીં અને એક જ જગ્યાએ ભેગા થઈ જશે. આવી રીતે ઘણી જાહેર જગ્યાએ ભગદડ થાય છે. લોકોને કાબૂમાં રાખી શકાતા નથી. ખેર, સરકારે રાબેતા મુજબ તરત તપાસ કમિટી નિયુક્ત કરી છે. જેમાં વિશેષજ્ઞ પણ
હશે જ.
જીતેન્દ્ર શાહ
હૈદરાબાદ
———
મોરબી દુર્ઘટના: ગુનેગાર કોણ
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ તૂટી પડતા દોઢસોથી વધુના મોત અને ગુજરાતમાં નવા વર્ષના ચોથા દિવસે જ હાહાકાર મચાવી દેનારી આ દુર્ઘટનાના ખરા ગુનેગાર કોણ? પી.એમ., સી.એમ. કે એમનો ભ્રષ્ટાચાર? સમય જતા બધુ ભુલાઈ જશે. લીપાપોતી થશે પણ આવી કરુણ કમનસીબ દુર્ઘટનાઓ ભવિષ્યમાં થતી જ રહેશે અને પૈસા આપી રૂદન ખરીદી લેવામાં આવશે. જેના વ્હાલાસોયા કમોતે ગયા એમના દિલથી પૂછો એમના ઉપર શું વિતે છે. જૂઠાની વાતમાં લોકોને જલદી ભરોસો આવી જાય છે. અમારું આત્મનિર્ભર મટિરિયલ કેવું છે તેની આ દુર્ઘટના સાક્ષી પૂરે છે. નૈતિક જવાબદારી સ્વીકારી લાગતાવળગતા સત્તાવાળાઓએ તુરંત રાજીનામું આપી દેવું જોઈએ અને પદનો ત્યાગ કરવો જોઈએ એ જ મૃતકને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે.
હાજી યુસુફભાઈ કરાચીવાલા
હુસૈની બિલ્ડિંગ, કાંદિવલી (વે.).
——-
પ્રવાસની ‘બેસ્ટ’ યોજના
બેસ્ટ બસ એ મુંબઈગરાઓની જીવનવાહિની છે.
બેસ્ટ દ્વારા હાલમાં દિવાળી તહેવાર નિમિત્તે નવ રૂપિયામાં પાંચ પ્રવાસ ફેરાનો લાભ દેનારી યોજના જાહેર કરાયેલ હોઈ, જેમાં કોઈ પણ માર્ગ પર પ્રવાસ કરી શકાતો હતો.
ઉપરોક્ત યોજના પૂર્વે ગણપતિ, નવરાત્રોત્સવ અને સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવ વખતેપ્રવાસની ‘બેસ્ટ’ યોજના
બેસ્ટ બસ એ મુંબઈગરાઓની જીવનવાહિની છે.
બેસ્ટ દ્વારા હાલમાં દિવાળી તહેવાર નિમિત્તે નવ રૂપિયામાં પાંચ પ્રવાસ ફેરાનો લાભ દેનારી યોજના જાહેર કરાયેલ હોઈ, જેમાં કોઈ પણ માર્ગ પર પ્રવાસ કરી શકાતો હતો.
ઉપરોક્ત યોજના પૂર્વે ગણપતિ, નવરાત્રોત્સવ અને સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવ વખતે બેસ્ટ દ્વારા પ્રસ્તુત યોજનાનો હજારો પ્રવાસીઓએ લહાવો માણેલ.
સૌ. અનસૂયા બારોટ
અંધેરી (પ.).
બેસ્ટ દ્વારા પ્રસ્તુત યોજનાનો હજારો પ્રવાસીઓએ લહાવો માણેલ.
સૌ. અનસૂયા બારોટ
અંધેરી (પ.).