Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

અસંગઠિતોને યોગ્ય પેન્શન
લગભગ જાન્યુઆરી ૨૦૨૨થી અસંગઠિત રિટાયર એમ્પ્લોયીને પણ આજના મોંઘવારીને હિસાબે પેન્શનમાં યોગ્ય વધારો થવો જોઇએ. કે જેઓને રૂ.૧૦૦૦થી પણ ઓછું પેન્શન હમણાં મળે છે.
જેઓ તેની અડધી જિંદગી એક જ ઠેકાણે કાઢી હોય અને પછી પેન્શન સ્કીમ તેઓની કંપનીમાં લાગુ થઇ હોય છે. હમણાં જાન્યુઆરી ૨૦૨૩માં એક અસંગઠિતના કાર્યકરોએ યોગ્ય રજૂઆત કરી પેપરોમાં આવેલ કે રૂ. ૭૫૦૦ ઓછામાં ઓછું પેન્શન મળવું જોઇએ. તેઓને સરકારી કર્મચારીઓ કરતા ઘણાં જ ઓછા પગાર મળતા હોવાથી મોંઘવારીનો અત્યંત માર પડતો હોય છે. મોદી સાહેબ યોગ્ય નિર્ણય લેશે એજ આશા.
– હેમેન્દ્ર વી. ગોરડિયા
————-
સર્વોચ્ચ અદાલતનું ઐતિહાસિક પગલું આવકારદાયક
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તે અનુસાર હાલ પ્રયોગના ભાગ રૂપે કોર્ટની સુનાવણીનું લાઈવ ટ્રાન્સક્રિપ્શન લોન્ચ કર્યું છે. જો કે, આ તેને વેબસાઈટ પર અપલોડ કરતાં પહેલાં તપાસ માટે આપવામાં આવશે. હાલ આ ટ્રાયલ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. જેને બાદમાં યોગ્ય રીતે શરૂ કરવામાં આવશે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી. વાય ચંદ્રચૂડ સાહેબે વકીલોને કોર્ટરૂમમાં લાગેલી સ્ક્રીન બતાવી જણાવ્યું હતું કે આ પ્રયોગ શરૂ કરવામાં આવે છે, જેનાથી લોકોને ખાસ કરીને કાયદાનો અભ્યાસ કરાવતી સંસ્થાઓને વધુ મદદરૂપ થશે. લોકો એ જાણી શકશે કે કેવી રીતે કોઈ કેસમાં કોર્ટમાં દલીલો થાય છે. ધીરે ધીરે તેને લાઈવ પણ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટનું આ પગલું મહત્ત્વપૂર્ણ, ઐતિહાસિક, સ્તુત્ય અને આવકારદાયક છે. સુપ્રીમ કોર્ટે પોતાની સુનાવણી દરમિયાન લાઈવ ટ્રાન્સક્રિપ્શન માટે આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ દ્વારા સંચાલિત ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.
– મહેશ વી. વ્યાસ, પાલનપુર
————–
પરિવાર માટે મોંઘું બનતું બજેટ
આજે દેશમાં કોઇ પણ પ્રકારની સરકાર હોય નાગરિકો રાજકીય પક્ષને બહુમતીથી મતો આપીને શાસકીય સરકાર બનાવે છે. ચૂંટણી રહેલા કોઇપણ પક્ષ જનતાને કેવળ આવશ્યક વસ્તુઓના ભાવ ઘટાડી મોંઘવારી ઘટાડવાની વાત કરે છે. પણ આજે સામાન્ય પરિવાર વધતી જતી મોંઘવારીને કારણે ત્રાસી ગયો છે અને પરિવારમાં એક જ કમાવનાર હોય તો તેના બજેટ પણ ખૂબ જ આકરી અસર થાય છે. કેમ કે દરેક આવશ્યક વસ્તુઓના ભાવ સતત વધતા હોય છે પણ પરિવારમાં કમાનારની આવક વધતી નથી. એક બાજુ ઘરના ભાડા વધતા જાય છે બીજી બાજુ બાળકોનું શિક્ષણ વધતું જાય છે.
થોડા સમય પહેલાં પરિવારમાં રહેતા બાળકો અને વૃદ્ધજનો દૂધ જેવી વસ્તુઓનાં ભાવમાં છેલ્લા એક વર્ષથી ચાર વખત ભાવમાં વધારો થયો છે. તો બીજી બીજું રસોઇ માટે વપરાતા ગેસની કોઠીના ભાવમાં વરસમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. આ આર્થિક રીતે દેશનું તંત્ર બગડતું જાય છે. કેવળ રાજકીય મહાનુભાવોને મોંઘવારીનું ગ્રહણ નડતું નથી. જયારે સામાન્ય નાગરિકોનું જીવન અસહ્ય બનતું જાય છે. તેને લીધે પરિવારનું બજેટ દર મહિને ખોરવાતું જાય છે.
– હંસાબેન ઘનશ્યામ ભરૂચા, વિરાર
—————
રાજકીય સંસ્કૃતિની ભીતર…!
પ્રફુલ પટેલ અને દેેવેન્દ્ર ફડણવીસ દ્વારા એક બીજાને સ્તુતિ સુમનની આપ-લે કરેલ. રાજકીય વર્તુળમાં આ ઘટનાને અલગ જ દૃષ્ટિકોણથી વિચારશે ક્ધિતુ સત્તાધારી અને વિરોધી બંધુભગિનીઓ માંહે પ્રશંસા આરંભ થયેલ છે. એ પાર્શ્ર્વભૂમિ પર કથિત ઘટના વિના સંકોચ વેગળી છે. એક સમય એવો હતો જયારે સત્તાધારી અને વિરોધીઓ માંહે ખરેખર આત્મીયતા હતી. અલબત્ત, વિરોધ હતો ખરો પણ ફકત તાત્વિક.
વસંતદાદા પાટીલ અને મધુ દંડવતેની ગાઢ મૈત્રી હતી. વસંતદાદા પાટીલનું ખેતી વિષયક અને સહકાર ક્ષેત્રનું જ્ઞાન અને સંગઠન કૌશલ્ય જેવા વિષયોમાં મધુ દંડવતેને આસ્થા હતી, પણ દંડવતેની અભ્યાસુવૃત્તિનું વસંતદાદાને કૌતુક હતું. ચંદ્રશેખર અને અટલજીનો સંબંધ પ્રગાઢ હતો. પંડિત નહેરુજી, અટલબિહારી વાજપેયીનું અનેક વેળા જાહેરમાં કૌતુક કરેલ. સંસદમાં તેમના ભાષણોને નહેરુ ઉત્સ્કૂર્ત પણે દાદ આપતા. નાથ પૈ, મધુ લિમયે, ડૉ. રામ મનોહર લોહિયાના ભાષણો તે ધ્યાનપૂર્વક સાંભળતા અને મુદ્દાઓની નોંધ પણ રાખતા.
જાજરમાન મહેમાનો ભારત મુલાકાત માટે પધારતા ત્યારે તેમનો પરિચય પ્રથમ વિરોધ પક્ષ પાસે કરાવતા… આવું તત્કાલીન રાજકીય વાતાવરણ હતું. કારણ કે તે વેળાના નેતાગણ સુસંસ્કૃત હતાં. તેમને સમાજકારણોની સુપેરે જાણ હતી. વર્તમાન પરિસ્થિતિ અતિશય વિપરીત છે. પ્રાત:કાળે ઉઠતાવેંત બૂમબરાડા-રાડારાડ અને આરોપ-પ્રત્યારોપની ફેરી આરંભ થઇ જાય છે. ગંદી ગંદી ગાળોથી ભરેલ ભાષાનો અનાયાસ વપરાશ ચાલુ જ રહેછે.
અમારો સાલસ અભિપ્રાય છે:
“ઉપર્યુક્ત સવિસ્તર માહિતી અંગે સર્વપક્ષીય નેતાશ્રીઓએ વિચાર વિમર્શ કરવાની તાતી આવશ્યકતા છે જે ભારતવર્ષને દૂરંદેશીની પંગતમાં મૂકી શકે…
– પ્રિન્સિ: કે. પી. બારોટ, નીલેશ
અંધેરી (પ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -