ફિફા વર્લ્ડ કપની છેલ્લી 16 મેચોના અંતિમ દિવસે મોટા અપસેટ જોવા મળ્યા હતા. 2010ની ચેમ્પિયન સ્પેન પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કો સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તે જ સમયે જર્મની અને બેલ્જિયમ જેવી મોટી ટીમો ગ્રુપ સ્ટેજમાં જ હારીને બહાર થઈ ગઈ હતી.
ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનો મુકાબલો સૌથી રોમાંચક હશે. તે જ સમયે આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં કટોકટની લડાઈ થઈ શકે છે. પોર્ટુગલે છેલ્લી 16 મેચમાં સૌથી મોટી જીત હાંસલ કરી હતી. રોનાલ્ડોની ટીમે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું હતું. આ ટીમ હવે મોરોક્કો સામે રમશે, જે સતત રસાકસીભરી રમત રમીને અહીં સુધી પહોંચી છે. મોરોક્કોએ સ્પેનને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું છે.
છેલ્લી 8 મેચના પરિણામોઃ
- નેધરલેન્ડે યુએસએને 3-1થી હરાવ્યું હતું
- આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું
- ફ્રાન્સે પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું.
- ઈંગ્લેન્ડે સેનેગલને 3-0થી હરાવ્યું હતું.
- ક્રોએશિયાએ જાપાનને પેનલ્ટી પર 3-1થી હરાવ્યું.
- બ્રાઝિલે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું.
- મોરોક્કોએ સ્પેનને પેનલ્ટી પર હરાવ્યું.
- પોર્ટુગલે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું હતું.