દેશભરમાં સક્રિય પીએફઆઈ સામે આજે કેન્દ્રીય નેશનલ ઇન્વે સ્ટી ગેશન એજન્સી એન આઈ એ દેશના વિવિધ રાજ્યના શહેરોમાં દરોડા પાડયા છે ત્યારે સૌને થાય કે શું શે આ પી એફ આઈ? તો ચાલો એક નહિ દસ મુદ્દા સાથે પીએફઆઈની દેશમાં શું મુરાદ છે. અલબત્ત, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેમના સહયોગી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેમના ગુનાને પણ એક-એક કરીને ગણાવ્યા છે. આ છે તે 10 મહત્વપૂર્ણ કારણ જેના કારણે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સૌથી પહેલા તો તેમના જૂથના લોકો
- ગુપ્ત એજન્ડા હેઠળ સમાજના એક વર્ગ વિશેષને કટ્ટર બનાવીને લોકતંત્રના ખ્યાલને નબળો કરવાની દિશામાં કામકાજ કરવા અને દેશના બંધારણીય સત્તા અને બંધારણીય માળખા પ્રત્યે ઘોર અનાદર પ્રદર્શિત કરવાનો ચરમ
- બીજી બાબત જોઈએ તો દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા વિરુદ્ધ માહોલ ઊભો કરવો અને તેનાથી દેશની શાંતિ અને સદ્ભાવનો માહોલ ખરાબ થવાની આશંકા છે.
- ત્રીજી વાતને સમર્થન આપતા સરકારી અહેવાલમાં જણાવાયું છે કે પીએફઆઈના સંસ્થાપક સભ્યો સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI) ના નેતા રહ્યા છે અને પીએફઆઈનો સંબંધ બાંગ્લાદેશના જમાત-ઉલ-મુજાહિદ્દીન (જેયુએમ) સાથે પણ રહ્યો છે. આ બંને સંગઠન પ્રતિબંધિત છે.
- ગુપ્ત રીતે દેશમાં અસુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપીને એક સમુદાયના કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપવા માટે કામ કરવું અને એનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાવાની શક્યતા છે.
આ ઉપરાંત,
- બેન્કિંગ ચેનલ, હવાલા અને દાન જેવા વિદેશી સ્ત્રોતો પાસેથી રૂપિયા મેળવવા અને તેનો ગેરકાયદે પ્રવૃત્તિઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવાંનો છે. આના કારણે પીએફઆઈ સંસ્થા દેશની આંતરિક સુરક્ષા માટે મોટુ જોખમ બની છે.
- પીએફઆઈ અને તેના સભ્યનું વારંવાર હિંસક અને વિનાશક કાર્યોમાં સામેલ રહેવું, જેમાં એક કોલેજ પ્રોફેસરના હાથ કાપવા, અન્ય ધર્મોનુ પાલન કરનારા સંગઠનો સાથે જોડાયેલા લોકોની હત્યા કરવાનુ સામેલ છે.
- દેશના પ્રમુખ લોકો અને સ્થાનોને નિશાન બનાવવા માટે વિસ્ફોટક પ્રાપ્ત કરવુ, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ છે.
- વૈશ્વિક આતંકવાદી જૂથની સાથે આંતરરાષ્ટ્રીય સંપર્ક રાખવાના ઉદાહરણ જેવા આના અમુક સભ્ય આઈએસઆઈએસમાં સામેલ થયા છે અને સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકી પ્રવૃતિઓમાં ભાગ લીધો છે. જેમાંથી અમુક સભ્ય આ સંઘર્ષ વિસ્તારોમાં માર્યા ગયા અને અમુકને રાજ્ય પોલીસ તથા કેન્દ્રીય એજન્સીઓએ ધરપકડ કરી લીધી છે.
- ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત રાજ્ય સરકારોએ પીએફઆઈને પ્રતિબંધિત કરવાની ભલામણ કરી છે.