બી ટાઉનની અત્યારની એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તેઓ ફિલ્મો ના કરતી હોય તો પણ અલગ અલગ ઈવેન્ટ્સ અને એવોર્ડ ફંક્શન્સ કે ઈનોગ્રેશન ફંક્શન્સમાં જઈને લાઈમલાઈટ્સ ચોરતી જ હોય છે.
એક્ટ્રેસ પૂજા હેગડે હાલમાં સલમાન ખાન સાથેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને કારણે ખૂબ જ ચર્ચામાં છે. આ બધી ચર્ચા વચ્ચે હાલમાં જ એક્ટ્રેસ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને આ ફોટોને કારણે કે ખૂબ જ ટ્રેન્ડમાં આવી ગઈ છે. લાલ રંગના આઉટફિટ્સમાં પૂજા હેગડે કમાલની સુંદર લાગી રહી છે.
પૂજા હેગડેએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પોતાની સુંદરતાની સાથે સાથે જ પૂજાએ તેની એક્ટિંગથી પણ દર્શકોને કાયલ બનાવી દીધા છે. હાલમાં જ પૂજાએ તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા હતા. મંગળવારે, પૂજા હેગડેએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવીનતમ તસવીરો શેર કરી. આ ફોટામાં, પૂજા હેગડે સ્ટાઇલિશ લાલ રંગના ડ્રેસમાં તેની બ્યુટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ તસવીરોમાં સોફા પર બેઠેલી પૂજા હેગડે એક કરતા વધારે પોઝ આપતી જોવા મળી રહી છે. પૂજા હેગડેની આ લેટેસ્ટ તસવીરો એટલી સુંદર છે કે તમે તેમની નજર હટાવી શકશો નહીં. પૂજા હેગડેની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
તાજેતરમાં, પૂજા હેગડેએ બાબા સિદ્દકીની ઇફ્તાર પાર્ટીમાં તેના ખૂબસૂરત લૂકથી દરેકનું દિલ જીતી લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ પૂજા હેગડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.