મુંબઈઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એનસીપી વડા શરદ પવારને તેમના ઘરે પહોંચ્યા હોવાના અહેવાલને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. આ બંને નેતાની વચ્ચે લોકસભા ચૂંટણીમાં સીટની વહેંચણી, કોંગ્રેસ સાથે સંકલન જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનનો ભાગ છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં શિવસેનાએ રાહુલ ગાંધીના વીર સાવરકર અંગેના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, શિવસેનાએ કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકથી અંતર પણ રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ. રાહુલ ગાંધીના નિવેદન સામે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે સખત વાંધો ઉઠાવ્યો હતો.
સ્થિતિ જોઈને શરદ પવાર સક્રિય થઈ ગયા અને કોંગ્રેસને સલાહ આપી કે તેઓ વીડી સાવરકર અંગે પોતાનું વલણ નરમ કરે. શરદ પવારે કોંગ્રેસને જાહેરમાં આવા નિવેદનોથી દૂર રહેવાની સલાહ આપી હતી. શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો સાવરકર પ્રત્યે આદર ધરાવે છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાનું મહા વિકાસ અઘાડી (MVA) નામનું ગઠબંધન છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠક છે અને 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. આ લોકસભા ચૂંટણી ત્રણેય પક્ષો માટે ખૂબ જ મહત્વની છે. ગત લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ 18 બેઠક જીતી હતી. ભાજપના ખાતામાં 23 બેઠક આવી છે. એનસીપીના ખાતામાં ચાર અને કોંગ્રેસના ખાતામાં એક બેઠક આવી. જો કે, હવે શિવસેના શિવસેના અને શિવસેના બે ભાગોમાં વહેંચાયેલી છે. આ સંજોગોમાં ઉદ્ધવ ઠાકરે માટે આ કોઈ પડકારથી ઓછો નથી, કારણ કે પાર્ટી વિભાજિત થઈ ગઈ છે અને ઘણા નેતાઓ છોડી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.