કર્ણાટકના હુબલીમાં ગુરુવારે પીએમ મોદીની સુરક્ષામાં ખામી અંગે હુબલીના પોલીસ કમિશનર રમણ ગુપ્તાની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું છે કે આરોપી છોકરો સ્થાનિક છે. તેની પૂછપરછ ચાલી રહી છે. હુબલીના સીપીએ વડા પ્રધાનની સુરક્ષામાં છીંડા હોવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ તે વડા પ્રધાનની સુરક્ષામાં ચૂકની બાબત નથી. સીપીએ કહ્યું કે છોકરો ઉત્સાહથી ભરેલો હતો અને સુરક્ષા કોર્ડનમાંથી કૂદી ગયો. જેને સુરક્ષા જવાનોએ તરત જ અટકાવી દીધો હતો, પરંતુ અમે હજુ પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરીશું. સીપી રમણ ગુપ્તાએ આરોપી છોકરાને નિર્દોષ યુવાન છોકરો ગણાવ્યો હતો.
હુબલીમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન 11 વર્ષનો એક છોકરો બેરિકેડ ક્રોસ કરીને વડાપ્રધાન મોદી પાસે પહોંચ્યો હતો. સુરક્ષા કોર્ડન તોડીને છોકરો પીએમ મોદીને હાર પહેરાવવા માંગતો હતો, જો વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે એક છોકરો પીએમ મોદીની કાર પાસે પહોંચે છે. તેના હાથમાં માળા છે. જોકે, પીએમ સુધી પહોંચે તે પહેલા જ સુરક્ષાકર્મીઓએ તેને પકડીને બહાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા ગુરુવારે કર્ણાટકના હુબલી પહોંચ્યા હતા. પીએમ મોદીએ કાર્યક્રમ પહેલા હુબલીમાં રોડ શો કર્યો હતો.