Homeઆમચી મુંબઈબોલો... PMની એક વિઝિટ પાછળ પાલિકાએ ખર્ચ્યા આટલા કરોડ!!!

બોલો… PMની એક વિઝિટ પાછળ પાલિકાએ ખર્ચ્યા આટલા કરોડ!!!

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસની મુલાકાત માટે આશરે 10 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી જાણવા મળી છે. આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ઊંચ નીચ કે કચાસ ના રહી જાય એ માટે પાલિકા દ્વારા આટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નિમિત્તે મુંબઈ મહાપાલિકાએ લાખો લોકોની બેસવાની વ્યવસ્થા કરી હતી.
મુંબઈ મહાપાલિકાની એક ટીમ વડા પ્રધાનની મુલાકાત માટે પહેલાંથી જ કામે લાગી ગઈ હતી અને કાર્યક્રમના દિવસે કોઈ પણ કચાસ ના રહે એ માટે આખી ટીમે પહેલાંથી જ બધી તૈયારીઓ શરુ કરી દીધી હતી. આ કાર્યક્રમ માટે પાલિકા દ્વારા લાખો લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થાથી લઈને લાઈટિંગ અને મનોરંજનના કાર્યક્રમ એમ બધા કામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ આખા એક દિવસના કાર્યક્રમ માટે પાલિકા દ્વારા 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નિમિત્તે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એક લાખ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19મી જાન્યુઆરીના દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લીધી હતી અને ભૂમિપૂજનના કાર્યક્રમ નિમિત્તે 38,000 કરોડ રૂપિયાના પ્રકલ્પના કામનો શુભારંભ કર્યો હતો. જેમાં મુંબઈ મહાનગરપાલિકાના 26,000 કરોડના એસટીપી પ્લાન્ટના ઉદ્ઘટાનનું કામ, સીએસએમટી રેલવે સ્ટેશનનું મેકઓવર, મેટ્રો 7 અને મેટ્રો 2-એનું લોકાર્પણ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ફેરિયાઓને લઈ આવવા માટે પાલિકા દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મહત્ત્વની બાબત એટલે સભા માટે હાજર રહેનારા એક લાખ નાગિરકોની બેઠકવ્યવસ્થાની જવાબદારી સુધરાઈ દ્વારા ઉઠાવવામાં આવી હતી. આ સિવાય મેદાનમાં લાઈટિંગ, સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સની વ્યવસ્થા પણ સુધરાઈ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -