આવતી કાલે ગુજરાત વિધાનસભાચૂંટણી 2022નું પરિણામ આવવાનું છે. મતદાન પહેલા ગુજરાતમાં ઠેર ઠેર રેલીઓ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે PM મોદી અમદાવાદમાં યોજાનાર પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આવવાના છે. જે માટે તેઓ પહેલેથી જ સંમતિ આપી ચૂક્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ ગુજરાતમાં ફરીથી સરકાર બનાવશે એવો પાર્ટીને પૂરો વિશ્વાસ છે. ત્યારે વડપ્રધાન મોદીએ રાજ્ય સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવે તેવું આયોજન કરાયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભાજપના આંતરિક સૂત્રોના જણવ્યા પ્રમાણે નવી રાજ્ય સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ હાજરી આપે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો આવતી કાલે પરિણામ જાહેર થયા બાદ ભાજપને મહુમતી મળશે તો 14 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવશે જેમાં વડાપ્રધાન ભાગ લેશે. ત્યાર બાદ બીજા દિવસે 15મી તારીખે તેઓ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.