વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા છે. મંડ્યામાં પહોંચ્યા બાદ પીએમ મોદીએ રોડ શો કર્યો હતો અને ત્યાર બાદ તેમણે બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું અને વાહનચાલકો માટે આ એક્સપ્રેસવે ખુલ્લો મૂક્યો હતો.
એક્સપ્રેસવેના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કોંગ્રેસ પર હલ્લાબોલ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ મારી કબર ખોદવાના સપના જોઈ રહ્યા હતા અને હજી પણ તેઓ એમાં જ વ્યસ્ત છે. પણ હું એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવામાં અને દેશની ગરીબ જનતાની સેવા કરવામાં વ્યસ્ત છું. સાગરમાલ અને ભારતમાલા જેવા પ્રોજેક્ટ કર્ણાટ અને દેશનો ચહેરો બદલી નાખ્યો છે.
Big day for Hubballi-Dharwad as it gets multiple development initiatives to enhance ‘Ease of Living’ for the citizens. https://t.co/99FdFBqAgZ
— Narendra Modi (@narendramodi) March 12, 2023
આખી દુનિયા કોરોના સામે લડી રહી હતી ત્યારે ભારતે પાયાભૂત સુવિધાનું બજેટ અનેકગણુ વધારીને મોટો સંદેશો આપ્યો હતો. 2014 પહેલાં કોંગ્રેસ સરકારે ગરીબ પરિવારને ઉદ્ઘવસ્ત કરવાનું કામ કર્યું. તેમના વિકાસના પૈસા લૂંટી લીધા હતા, એવો આક્ષેપ કરીને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા.
આ એક્સપ્રેસવેને કારણે બેંગ્લોર અને મૈસુર વચ્ચેનો પ્રવાસ ત્રણ કલાકથી ઘટીને 75 મિનિટ જેટલો થઈ જશે. પ્રકલ્પ એનએચ-275ના બેંગ્લોર-નિદઘટ્ટા-મૈસુલ વિભાગના 6 લેનિંગ પર કામ ચાલી રહ્યું છે. આ એક્સપ્રેવે બંને શહેરના સામાજિક અને આર્થિત વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે.
વડા પ્રધાન મોંદીએ આજે મૈસુર-ખુશાલનગર ફોર લેન હાઈવેનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું. રૂપિયા 4130 કરોડના ખર્ચે 92 કિમી લાંબો હાઈવે બનાવવામાં આવશે. આ હાઈવે બની ગયા બાદ બેંગલોરથી ખુશાલનગર વચ્ચેનો પાંચ કલાકનો પ્રવાસ ઘટીને અઢી કલાક જેટલો થઈ જશે.
દરમિયાન આ બધા પ્રકલ્પને કારણે પ્રદેશના વિકાસકામોને વેગ મળશે અને સમૃદ્ધિનો માર્ગ મોકળો થશે, એવું પણ વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું.