દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય છે અને દેશ-વિદેશમાં તેમના ફોલોઅર્સ છે. લોકો તેમને ભક્તિભાવપૂર્વક પૂજે છે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે તેમનું મંદિર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની રહ્યું છે. આ મંદિરમાં રોજ પીએમ મોદીની આરતી કરવામાં આવશે અને આ મંદિરની સ્થાપના દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મંદિર પાસે કરવામાં આવશે.
મંદિર માટે PM મોદીની મૂર્તિ એક જાણીતા શિલ્પકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આધારભૂત સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે દોઢ ફૂટની PM મોદીની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. પીએમ મોદીની મૂર્તિ તૈયાર થયા બાદ તેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદીના આ મંદિરની સ્થાપના દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીના મંદિરની નજીક કરવામાં આવશે. અટલજીનું મંદિર અહીં પહેલેથી જ છે અને દરરોજ સવારે અને સાંજે તેમની આરતી કરવામાં આવે છે.
હવે પીએમ મોદીના મંદિરના નિર્માણ બાદ તેમની પણ દરરોજ આરતી કરવામાં આવશે. અખિલ ભારતીય યુવા અભિષેક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય સિંહ ચૌહાણે જણાવ્યું કે આ મંદિર શહેરમાં સત્યનારાયણની ટેકરી પર બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં પહેલાથી જ સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું મંદિર છે. પીએમ મોદીની પ્રતિમા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ હિન્દુત્વને આગળ વધાર્યું છે અને સમગ્ર વિશ્વમાં હિન્દુત્વને એક અલગ ઓળખ આપી છે. એટલા માટે ગ્વાલિયરના લોકો મોદીજી માટે આદર ધરાવે છે અને ઇચ્છે છે કે તેમનું નામ સદીઓ સુધી જીવંત રહે.