ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો મુદ્દે સૌથી સંવેદનશીલ અને વિદેશી નીતિ મુદ્દે સૌથી આક્રમક વિદેશ પ્રધાન ડોક્ટર સુભ્રમણ્યમ જયશંકરના Birthday નિમિત્તે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આગવા અંદાજમાં બર્થ-ડે વિશ કરી હતી.
Best wishes to EAM @DrSJaishankar Ji on his birthday. He is making commendable efforts to enhance India’s foreign relations and boost the connect with our diaspora. May he be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) January 9, 2023
વડા પ્રધાન મોદીએ ટિવટ કરતા લખ્યું હતું કે વિદેશ પ્રધાન એસ. જયશંકરજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તમે ભારતના વિદેશી સંબંધોને વધારવા અને આપણા પ્રવાસી ભારતીયો સાથેના સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા માટે નોંધપાત્ર પ્રયાસો કરે છે. તેમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન મળે.
Thank you for your kind greetings and good wishes Prime Minister @narendramodi.
Your leadership and guidance is a constant motivation to work for the nation. https://t.co/7WAcXdVKkg
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 9, 2023
વડા પ્રધાન મોદીએ ફક્ત બે લાઈનમાં ટિવટ લખી હતી, પરંતુ તેમાં તેમના કામ પ્રત્યેની નિષ્ઠા અને અંદાજ છુપાયેલો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દેશના ટોચના નેતાઓએ પણ વિદેશ પ્રધાનને શુભેચ્છા આપી હતી. વડા પ્રધાન મોદીએ આપેલી શુભેચ્છાને એસ. જયશંકરે પણ વળતી પ્રતિક્રિયા આપીને વડા પ્રધાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
કહેવાય છે કે વિદેશ પ્રધાન એસ. જયશંકરના વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી છે, જ્યારે મીડિયા પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે. એસ. જયશંકરના નોંધપાત્ર નિવદેનની વાત કરીએ તો સૌથી પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાનને રોકડું પરખાવતા કહ્યું હતું કે આતંકવાદનું કેન્દ્રબિંદુ ગણાવ્યું હતું. સયુક્ત રાષ્ટ્રસંઘમાં તેમણે ચીન અને પાકિસ્તાનની નીતિની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આપણે 9/11 અથવા 26/11નું પુનરાવર્તન કરી શકીએ નહીં. એ વખતે તેમને પાકિસ્તાનનું નામ લીધા વિના રીતસરની ઝાટકણી કાઢી નાખી હતી. એસ. જયશંકરે અમેરિકા દ્વારા 45 લાખ ડોલરની પાકિસ્તાનને મદદ કરવા મુદ્દે પણ તેમણે વિરોધ કર્યો હતો, જ્યારે રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ટીકા કર્યા પછી તેમને ચતુરાઈપૂર્વક ભારતનો પક્ષ રાખ્યો હતો.