Homeદેશ વિદેશકેરળમાં પીએમ મોદી દેશની પહેલી વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરશે, જાણો આ પ્રોજેક્ટ...

કેરળમાં પીએમ મોદી દેશની પહેલી વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરશે, જાણો આ પ્રોજેક્ટ વિષે

ટૂંક સમયમાં દેશમાં પાણી પર મેટ્રો દોડશે. દેશની પ્રથમ વોટર મેટ્રો કેરળના કોચીમાં શરૂ થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલ મંગળવારના રોજ તિરુવનંતપુરમથી તેનું ઉદ્ઘાટન કરશે. કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને તેને રાજ્યનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો છે.
કોચી વોટર મેટ્રોનું નિર્માણ પોર્ટ સિટી ખાતે રૂ.1,136.83 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કોચીની આસપાસ સ્થિત 10 ટાપુઓને જોડવામાં આવશે. આ માટે બેટરીથી ચાલતી હાઇબ્રિડ બોટનો ઉપયોગ કરવામાં આવશે. આ બોટમાં અદ્યતન ટેકનોલોજી હશે. સાથે જ તે ઈકો ફ્રેન્ડલી પણ હશે. કેરળ વોટર મેટ્રોમાં સંપૂર્ણ એરકન્ડિશન્ડ, ઇકો-ફ્રેન્ડલી હોવા ઉપરાંત દિવ્યાંગો અને મહિલાઓ માટેની સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે.
વોટર મેટ્રો પ્રોજેક્ટમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ હશે. આ પ્રોજેક્ટ માટે કેરળ સરકાર અને ફંડિંગ એજન્સી KFW દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં તેને હાઈકોર્ટ-વાઈપિન ટર્મિનલ અને વિટ્ટીલા-કક્કનાડ ટર્મિનલ વચ્ચે શરૂ કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંનેમાં એક જ કાર્ડ દ્વારા મુસાફરી કરી શકાશે. આ માટે મુસાફરોએ કોચી-1 કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત, મુસાફરો ડિજિટલ રીતે પણ ટિકિટ બુક કરી શકે છે. વોટર મેટ્રોમાં વન ટાઈમ ટ્રાવેલની ટિકિટની સાથે સાપ્તાહિક, માસિક અને ત્રણ મહિનાના પાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -