અમદાવાદઃ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીનું(PM Modi) સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચ્યા હતા અને આ જ દરમિયાન તેમણે પહેરેલા આઉટફિટ લોકોની ચર્ચાનું કારણ બન્યા હતાં. ભૂપેન્દ્ર પટેલ આજે પ્રથમ વખત એરપોર્ટ પર ખાદીના પહેરવેશમાં જોવા મળ્યા હતા.
હમેશાં સામાન્ય રીતે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અલગ જ પહેરવેશમાં જોવા મળ્યા હતા. દાદાનો આ અલગ અંદાજ ખાદી લૂક રાજ્યભરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે પ્રથમ વાર એરપોર્ટ પર ખાદીના કપડામાં જોવા મળ્યા હતા. આજે દાદા ક્રિમ શર્ટ અને ખાખી રંગના પેન્ટમાં જોવા મળ્યા હતા.
તેમજ હંમેશા ઇનશર્ટમાં જોવા મળતા દાદા આજે ઇન શર્ટ વિના જ જોવા મળ્યા હતા. જોકે તેમનો આ અંદાજ પીએમ મોદીના આવવાના લીધે આજના દિવસ પૂરતો જ છે કે આગામી દિવસોમાં પણ તે ખાદી જ પહેરશે તે અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી મળી નથી. પણ હાલમાં તો તેમનો આ બદલા બદલા અંદાજ લોકોના ચર્ચાનું કારણ બન્યો છે.