Homeદેશ વિદેશPM મોદીએ સુસાઇડ અંગે મજાક કરી, પ્રિયંકા ગાંધીએ કહ્યું માનસિક સ્વાસ્થ્યએ હાસ્યજનક...

PM મોદીએ સુસાઇડ અંગે મજાક કરી, પ્રિયંકા ગાંધીએ કહ્યું માનસિક સ્વાસ્થ્યએ હાસ્યજનક બાબત નથી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સુસાઈડ નોટ અંગે જોક કરવા બદલ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, આત્મહત્યા કરનાર બાળકોની મજાકના ઉડાવવી જોઈએ નહીં.
એક ટીવી ચેનલના કાર્યક્રમમાં સંબોધન આપતી વખતે, પીએમ મોદીએ એક જોક સંભળાવ્યો હતો જેમાં એક અંગ્રેજી પ્રોફેસરની પુત્રી આત્મહત્યા કરે છે અને પછી જ્યારે તેના પિતાને સુસાઇડ નોટની સ્લિપ મળે છે, ત્યારે તેઓ તેમાં સ્પેલિંગની ભૂલો કાઢે છે અને ગુસ્સે થાય છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સુસાઈડ નોટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે વડાપ્રધાનનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ સુસાઈડ નોટ વિષે મજાક કરી રહ્યા છે.
તેણે વીડિયો સાથે લખ્યું છે કે યુવાનોમાં ડિપ્રેશન અને આત્મહત્યાનો વિષય હાસ્યજનક બાબત નથી. આ સાથે પીએમના જોક પર હસતા લોકોની પણ નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવા અસંવેદનશીલ લોકોએ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓની મજાક ઉડાવવાને બદલે પોતાને વધુ સારી રીતે શિક્ષિત કરવા જોઈએ અને અન્ય લોકોને આવા મુદ્દાઓથી વાકેફ કરવા જોઈએ.

“>

NCRBના આંકડાને ટાંકતા તેમણે કહ્યું કે 2021માં એક લાખ 64 હજાર 33 ભારતીયોએ આત્મહત્યા કરી હતી. તેમાંથી, મોટી ટકાવારી 30 વર્ષથી ઓછી વયની હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ અંગે પીએમ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હજારો પરિવારો આત્મહત્યાના કારણે પોતાના બાળકો ગુમાવે છે અને તેમણે આ હકીકતની મજાક ન કરવી જોઈએ.

“>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં ભાગ લેતી વખતે કહ્યું કે અમે નાનપણથી આ જોક સાંભળતા આવ્યા છીએ. એક પ્રોફેસર હતા, તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી. પુત્રી એક પત્ર પાછળ છોડીને ગઈ જેમાં લખ્યું હતું કે જીવનથી કંટાળી ગઈ છું, મારે જીવવું નથી, કાંકરિયા(તળાવ)માં કૂદીને મરી જઈશ.
સવારે પ્રોફેસરે જોયું કે દીકરી ઘરે નથી. શોધ કરવા પર તેના પલંગ પર એક પત્ર મળ્યો, જેને વાંચીને પ્રોફેસર ગુસ્સે થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે હું પ્રોફેસર છું… મેં આટલા વર્ષો મહેનત કરી છે અને મારી છોકરી હજુ પણ કાંકરિયાનો સ્પેલિંગ ખોટો લખે છે. પીએમના જોક લોકો હસતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -