સુદાનથી કર્ણાટક પાછા ફરેલા લોકો સાથે વડા પ્રધાન મોદીનો સંવાદ
વડા પ્રધાન મોદીએ સુદાનથી કર્ણાટક પાછા ફરેલા લોકો સાથે સંવાદ સાધ્યો હતો. ઓપરેશન કાવેરીના માધ્યમથી હક્કી પિક્કી જાતીના 210 લોકોને સુદાનથી કર્ણાટકના શિવમોગ્ગામાં લાવવામાં આવ્યા હતા. વિશ્વમાં કોઇ પણ ખૂણે જો ભારતીય ફસાય તો મને ઉંઘ નથી આવતી એમ નરેન્દ્ર મોદીએ આ લોકો સાથે વાત કરતા જણાવ્યું હતું. સુદાનથી પાછા ફરેલાં નાગરિકોએ વડા પ્રધાન મોદીને સુદાનમાં ખરાબ પરિસ્થિતિનો સામનો તેમણે કંઇ રીતે કર્યો તથા સરકાર અને ભારતીય દૂતાવાસે તેમને કંઇ રીતે મદદ કરી એ અંગે જણાવ્યું હતું.
સરકારે તેમની ખૂબ જ કાળજી લીધી તથા તેઓ સલામત રીતે પોતાના વતન પાછા ફરી શક્યા આ તમામ વાતો વડા પ્રધાન મોદીને કારણે શક્ય બની હોવાની ભાવના લોકોએ વ્યક્તી કરી હતી. તથા તેમણે વડા પ્રધાન મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન મોદીએ પણ સુદાનથી પાછા ફરેલા લોકો સાથે તેમની પરિસ્થિતિ અંગે વાત કરી હતી. મૂશ્કેલીમાં ફંસાયેલા ભારતીયોની મદદ માટે સરકાર સદૈવ તત્પર છે. વિશ્વમાં ક્યાંય ભારતીય ફંસાય તો મને ઉંઘ નથી આવતી એમણ પણ મોદીએ જણાવ્યું હતું.
PM Shri @narendramodi interacts with Hakki Pikki tribe members evacuated under #OperationKaveri, in Shivamogga, Karnataka. pic.twitter.com/5v13fOb0UL
— BJP (@BJP4India) May 7, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે સુદાનમાં ચાલી રહેલ હિંસામાં ફંસાયેલા ભારતીય નાગરિકોને સલામત પાછા લાવવા માટે ઓપરેશન કાવેરી હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન સપળતાથી પૂરું કરી ભારતીય વાયુસેનાનું છેલ્લું વિમાન 47 પ્રવાસીઓ સાથે 5મી મે શુક્રવારે વતન પાછું ફર્યું હતું. ભારતના ઓપરેશન કાવેરી અંતર્ગત 3,862 નાગરિકોને સલામત રીતે પાછા લાવવામાં આવ્યા હતાં.