મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુંબઈમાં આગમન થઈ ચૂક્યું છે અને લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતું અને ટૂંક સમયમાં જ તેઓ બીકેસી માટે રવાના થયા હતા અને વ્યાસપીઠ પર સ્મૃતિ ચિહ્ન આપીને મુખ્ય પ્રધાને તેમનું સન્માન કર્યું હતું.
PM @narendramodi landed in Mumbai a short while ago. pic.twitter.com/W5Lnq6xuCb
— PMO India (@PMOIndia) January 19, 2023
દરમિયાન ઠાકરે જુથ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મોદીજીના આ કાર્યક્રમ માટે ફેરિયાઓને બળજબરીથી પકડી-પકડીને લાવવામાં આવી રહ્યા છે. પાલિકાના દક્ષિણ વિભાગના અધિકારી પર આ આક્ષેપ કરવામાં આવ્યો છે અને બસમાં બળજબરીથી ફેરિયાઓને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે એવો વીડિયો પોતાની પાસે હોવાનો દાવો પણ ઠાકરે જૂથના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Hon PM @NarendraModi dedicates to the Nation various Projects in Mumbai#MumbaiOnFastTrack #Mumbai #ThankYouModiJi #NarendraModi https://t.co/gOM1IGSYlI
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 19, 2023
દરમિયાન ઠાકરે જુથના વિધાનસભ્ય ભાસ્કરરાવ જાધવ દ્વારા શિંદે જુથ પર હલ્લાબોલ કરવામાં આવ્યો છે. ભાજપની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે મોદીજી મુંબઈમાં આવી રહ્યા છે એટલે આપણે સમજી જવું જોઈએ કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. જે-જે ઠેકાણે ચૂંટણી હોય છે એ એ ઠેકાણે મોદીજી જતાં હોય છે. કોરોનાકાળમાં મુંબઈ પર મોટું સંકટ તોળાઈ રહ્યું હતું, પણ એ વખતે નરેન્દ્ર મોદીજી મુંબઈ નહીં આવ્યા એવી ટીકા પણ તેમણે કરી હતી.
આજે વડા પ્રધાન મોદીજીના હસ્તે મુંબઈના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે અને ત્યાર બાદ બીકેસી ખાતે તેમની સભા યોજાશે. આ સભા માટે ભાજપ સહિત શિંદે જૂથે પણ જોરદાર તૈયારીઓ કરી છે. સભા નિમિત્તે ભાજપ અને શિંદે જુથ જોરદાર શક્તિ પ્રદર્શન કરશે. મુંબઈ સહિત થાણે, કલ્યાણ અને ડોંબિવલીથી 100થી વધુ બસ સભા માટે રવાના કરવામાં આવી છે. જેમાં ડોંબિવલી ઈસ્ટથી 40 બસ અને ડોંબિવલી વેસ્ટમાંથી 40 બસ તેમ જ કેટલાક કાર્યકર્તાઓ પ્રાઈવેટ ગાડીમાં સભાસ્થળે પહોંચશે. આશરે બે હજાર કાર્યકર્તા ડોંબિવલી કલ્યાણ ગ્રામીણ અને બેથી અઢી હજાર કાર્યકર્તાઓ કલ્યાણથી મુંબઈ બીકેસી પહોંચશે.