મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી મુંબઈના બીકેસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે મુંબઈગરા અને મહારાષ્ટ્રની જનતાનો મોદીજી પર અપાર પ્રેમ છે. એટલું જ નહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા હતા.
Hon PM @NarendraModi dedicates to the Nation various Projects in Mumbai#MumbaiOnFastTrack #Mumbai #ThankYouModiJi #NarendraModi https://t.co/gOM1IGSYlI
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 19, 2023
મોદીજી ભલે આખા દેશમાં લોકપ્રિય છે, પણ મુંબઈમાં તેમની લોકિપ્રયતાનો જોટો જડે એમ નથી. ફડણવીસે પોતાના ભાષણની શરુઆતમાં જ ખુરશી પર ઊભા રહી ગયેલાં ઉત્સાહી મુંબઈગરાને ખુરશી પર બેસી જવાની વિનંતી પણ કરી હતી. તેમણે પોતાના ભાષણમાં મહાવિકાસઆઘાડી સરકાર પર જોરદાર હલ્લા બોલ કર્યું હતું.
ફડણવીસે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 20 વર્ષ જે લોકોએ મુંબઈ મહાપાલિકા પર રાજ્ય કર્યું તેમણે માત્ર ફિક્સ ડિપોઝિટ બનાવી છે. 20 વર્ષ મુંબઈ પર રાજ કરનારા લોકોએ પોતાના ઘર જ ભરવાનું કામ કર્યું છે.
મોદી સામે જ શિંદેના વખાણ
ફડણવીસે પોતાના પ્રવચનમાં હાલમાં જ દાવોસથી પાછા ફરેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વડાપ્રધાન મોદી સામે ભરપેટ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે રાજ્યમાં ડબલ એન્જિનની વેગવાન સરકાર છે. એકનાથ શિંદે રાજ્યા માટે એક લાખ કરોડ રુપિયાનો બિઝનેસ લાવ્યા છે એવું જણાવીને રાજ્યની ડબલ એન્જિનવાળી સરકાર જ પરિવર્તન લાવશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.