મુંબઈઃ બીકેસીમાં યોજાયેલા મેટ્રોના લોકાર્પણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનું મુંબઈગરાવતી સ્વાગત કર્યું હતું અને નવા મહારાષ્ટ્રનું નિર્માણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
મોદીજી અને મુંબઈ વિશે વાત કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું વ્યક્તિત્વ જ એવું છે કે આપણને તેમની પાસેથી હંમેશા ઊર્જા મળે છે. આગામી બે-અઢી વર્ષમાં મુંબઈની કાયાપલટ થશે અને નવા મહારાષ્ટ્રનું નિર્માણ કરવાનો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
माननीय पंतप्रधानांच्या हस्ते मुंबईतील विविध प्रकल्पांच्या भूमिपूजन, उद्घाटन कार्यक्रमातून लाईव्ह https://t.co/O6dkKPXr3d
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) January 19, 2023
મહાવિકાસ આઘાડી સરકારના સમયગાળામાં મહારાષ્ટ્રનો કેટલો વિકાસ થયો એ આપણે બધા જ જાણીએ છીએ. ઠપ્પ થઈ ગયેલાં અનેક કામોને ફરી શરુ કરવા માટે લોકોપયોગી યોજનાઓનો ગૂંગળાઈ ગયેલો શ્વાસમુક્ત કરવાની તક અમને માત્રને માત્ર મોદીજીને કારણે જ… દુનિયાભરમાં મોદીજીના નામનો ડંકો વાગી રહ્યો છે અને હું દાવોસ ગયો ત્યારે લોકોને કીધું કે હું મોદી ભક્ત છું તો તેઓ મારી સાથે ફોટા લેવા લાગ્યા એવું શિંદેએ વધુમાં જણાવ્યું હતું.
મહાવિકાસઆઘાડી પર હુમલો કરતાં શિંદેએ જણાવ્યું હતું કે તેમના સમયગાળામાં રાજ્યનો વિકાસ રુંધાઈ ગયો હતો. ફડણવીસજી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે મોદીજીએ મેટ્રોનું ભૂમિપૂજન કર્યું હતું. પણ અમુક લોકોને મોદીજીના હસ્તે મેટ્રોનું ઉદ્ઘાટન થાય એવી જરાય ઈચ્છા નહોતી, પણ નિયતી આગળ કોઈનું ક્યાં ચાલે છે.
પોતાના ભાષણમાં મુખ્ય પ્રધાને વર્તમાન સરકાર પર ટીકા કરનારાઓને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે છ મહિનામાં જ વિરોધ પક્ષમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વિરોધકોએ જેવી અને જેટલી ટીકા કરવી હોય એટલી કરે અમે લોકો અમારા કામથી એ લોકોને જવાબ આપીશું.