મુંબઈ: ગઈકાલના મોદીની મોહપાશમાંથી માયાનગરી મુંબઈ હજી માંડ માંડ બહાર આવી રહી છે ત્યાં મોદીએ તેમની મુંબઈ મુલાકાતની સ્મૃતિઓ વાગોળતો એક વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે. ગઈકાલે સીએસએમટીથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડીને રવાના કર્યા બાદ મોદીએ હેલિકોપ્ટરમાંથી મુંબઈનો એરિયલ વ્યૂ કેમેરામાં કેદ કર્યો હતો અને આ વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કેપશનમાં તેમણે લખ્યું હતું કે મુંબઈ કેટલી સુંદર અને રમણીય લાગી રહી છે નહીં? મારી મુંબઈ મુલાકાત દરમિયાન મેં આ વીડિયો શૂટ કર્યો છે. અત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયોની ચર્ચા જ ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લાઈક્સ, કમેન્ટ આવી રહી છે અને લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો ફટાફટ અહીં જોઈ લો તમારી ડ્રીમ સિટીને મોદીજીની નજરે….