આજે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 18માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 16 પ્રધાનોએ પણ સપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુપેન્દ્ર પટેલ અને અન્ય પ્રધાનોને અભિનંદન પાઠવ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમપ્રધાન તરીકે શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. હું પ્રધાન તરીકે શપથ લેનારાને પણ અભિનંદન પાઠવું છું. આ એક ઊર્જાસભર ટીમ છે જે ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.”
Congratulations to Shri Bhupendrabhai Patel on taking oath as CM of Gujarat. I would like to also congratulate all those who took oath as Ministers. This is an energetic team which will take Gujarat to even newer heights of progress. @Bhupendrapbjp pic.twitter.com/olOkELJCpA
— Narendra Modi (@narendramodi) December 12, 2022
“>
ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017માં પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે જોડાયેલા હોવા ઉપરાંત તેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં પણ સમાવેશ થાય છે. તેના કારણે જ ફરી એકવાર રાજ્યની કમાન તેમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી સરકારના કેબિનેટ કક્ષાનાં પ્રધાન તરીકે બળવંતસિંહ રાજપૂત, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુબેર ડિંડોર, મુળુ બેરા, કુંવરજી બાળિયા, ભાનુબેન બાબરિયાએ લીધા શપથ લીધા હતા. જગદીશ પંચાલ અને હર્ષ સંઘવીને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતી, પ્રફુલ પાનસેરીયાએ રાજ્યકક્ષાનાં પ્રધાન તરીકે શપથ લીધા હતા.