કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ સોમવારે શાંત થશે. આવતીકાલે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર સંપૂર્ણપણે બંધ થઈ જશે. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે હવે માત્ર એક જ દિવસનો મોકો બચ્યો છે. જે સમયગાળા દરમ્યાન મતદારોને આકર્ષિત કરવા માટે બંને પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે કર્ણાટકમાં રોડ શો છે. આ તેમનો બીજો રોડ શો હશે જે સવારે 10.00 થી 11.30 સુધીનો રહેશે. PM મોદીએ આદેશ આપ્યો છે કે NEETની પરીક્ષાઓ હોવાથી આજનો કાર્યક્રમ ટૂંકમાં જ સમાપ્ત કરવામા આવે..
કર્ણાટક વિધાનસભા ચૂટણીને લઈ 10મી મેના રોજ મતદાન થવાનું છે. PMએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ત્યારથી ભાજપને પુષ્કળ ફાયદો થયો છે. આ સિવાય કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળનો ઉલ્લેખ કરીને પોતાના પર મુસીબત વહોરી લીધી હતી. હવે ભાજપ પ્રચારમાં આક્રમક જોવા મળી રહ્યું છે જ્યારે કોંગ્રેસ ડિફેન્સ મોડમાં દેખાઈ રહી છે. પીએમ મોદીના રોડ શોનો સમય આજે ઘટાડી દેવામાં આવ્યો છે. આજે પીએમ મોદીનો માત્ર દોઢ કલાકનો રોડ શો થશે. કહેવાય છે કે આજે NEETની પરીક્ષા હોવાથી PMએ પોતે આ નિર્ણય લીધો છે.
PMએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે પરીક્ષાર્થીઓને આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે. હવે આ રોડ શો માત્ર 6.1 કિલોમીટરનો હશે. કેમ્પેગોડા સ્ટેચ્યુ ન્યૂ ટિપ્પાસન્દ્રાથી શરૂ થઈને ટ્રિનિટી સર્કલ, એમજી રોડ સુધી જશે. શિવમોગા ગ્રામીણમાં રેલી પણ પીએમ મોદી રેલી કરવાના છે. PM 1.30 ક્લાક સુધીમાં અહીં પહોંચી જશે. અહીંથી PM બપોરે 3.30 વાગ્યે નંજનગુડ પહોંચશે, જ્યાં તેઓ એક રેલીને સંબોધિત કરશે. આજે સાંજે વડા પ્રધાન નંજનગુડમાં કાંતેશ્વરના પ્રખ્યાત મંદિરમાં દર્શન અને પૂજા સાથે ચાર રેલીઓ કરીને તેમના પ્રચારનો અંત કરશે. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે શિવના દર્શન કરીને કર્ણાટક ચૂંટણી પ્રચારનું સમાપન કરશે.
PM મોદીના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. જેમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. જ્યારથી PM મોદીએ કર્ણાટક ચૂંટણીમાં કાર્યભાર સંભાળ્યો છે. ત્યારથી ભાજપની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. આજે ચૂંટણી કાર્યક્રમ પૂરો કર્યા બાદ PM સાંજે 5 વાગે મૈસૂરના નંજનગુડુ ખાતે કાંતેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેશે. કાંતેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ પીએમ મોદી દિલ્હી પરત ફરશે. પ્રસિદ્ધ શિવ મંદિર મૈસુરના ચામરાજનગર મતવિસ્તારમાં આવેલું છે