PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. પીએમ આજથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીનું ગુજરાતના વડોદરામાં આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM આજે અહીં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ પૂજાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, સૂર્ય ભગવાન અને પ્રકૃતિની ઉપાસનાને સમર્પિત તહેવાર છઠના અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન ભાસ્કરની આભા અને છઠ્ઠી મૈયાના આશીર્વાદથી દરેકનું જીવન હંમેશા પ્રકાશમય રહે, એ જ કામના. ત્યાર બાદ તેમણે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.
#WATCH | PM Narendra Modi receives a warm welcome on his arrival in Gujarat’s Vadodara.
He will lay the foundation stone of the C-295 transport aircraft manufacturing plant here today.
(Video source: DD) pic.twitter.com/WJU5sov9Aq
— ANI (@ANI) October 30, 2022