હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ નીતા અંબાણીની ઈવેન્ટ NMACCની જ ચર્ચા ચાલી રહી છે. આ ઈવેન્ટમાં બધું જ એકદમ ખાસમખાસ હતું. આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિને નખશીખ રજૂ કરવામાં આવી હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ત્યાં હાજર લગભગ દરેક વ્યક્તિએ પોતપોતાના પોશાક દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરી હતી અને આ જ સમયે, કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ હતું ભોજન. હવે જો અંબાણી પરિવારનો પ્રસંગ હોય તો ત્યાંનું ભોજન પણ ઉત્તમ હોવું જ જોઈએ.
NMACCના લોન્ચિંગ સમયે, મહેમાનોને વિશાળ ચાંદીની પ્લેટમાં વાનગીઓ પીરસવામાં આવી હતી, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. આ સ્વાદિષ્ટ ભોજનની થાળી જોઈને કોઈના પણ મોંમા પાણી આવી જાય અને આ ઇવેન્ટમાં ભાગ લેનારા સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર આ પ્લેટનો ફોટો શેર કરવાથી પોતાની જાતને રોકી શક્યા નહોતા. બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને સંજય કપૂરની પત્ની મહિપ કપૂરે આ શાહી ચાંદીની પ્લેટની તસવીર પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
આ ઈવેન્ટમાં અન્ય સેલેબ્સની સાથે સાથે શ્રદ્ધા કપૂર પણ પહોંચી હતી. ઈવેન્ટના ફોટોની સાથે સાથે જ તેણે શ્રદ્ધાએ અંબાણી પરિવાર દ્વારા પીરસવામાં આવેલી ચાંદીની પ્લેટનો ફોટો પણ પહોંચી જાય છે. આ ચાંદીની થાળીમાં ઘણી વાનગીઓ એકસાથે જોઈ શકાય છે. દાલ મખની, પાલક પનીર, શાહી પનીર, પાપડ, લાડુ, ગુજીયા, પરાઠા, રોટલી સહિત અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી આ થાળીમાં. તમને જણાવી દઈએ કે, આ મોટા ઈવેન્ટમાં નવ અલગ-અલગ કઠોળ અને તેના સેલેડ્સ પીરસવામાં આવ્યા હતા.
આ ઈવેન્ટમાં બોલીવૂડના બાદશાહ પણ હાજર રહ્યો હતો અને તે ખાસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શાહરૂખ ખાને વિદેશથી આવનારા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનના અંબાણી પરિવાર સાથે ગાઢ સંબંધ છે. શાહરૂખ સહિત તમામ બોલિવૂડ સ્ટાર્સે