નેપાળમાં રવિવારે સવારે પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, જેમાં પ્લેનમાં ઓન બોર્ડ ૭૨ જણ હતા, એમ એરલાઈને જણાવ્યું હતું.
કાઠમંડુથી પોખરા જઇ રહેલા પ્લેન 9N ANC ATR ઉડાન ભર્યા પહેલાં ક્રેશ થઇ ગયું હતું. હાલમાં આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
આ પ્લેનમાં ૬૮ પ્રવાસી સાથે કેપ્ટન અને ચાર ક્રુ મેમ્બર હોવાનું કહેવાય છે. મધ્ય નેપાળના જૂના એરપોર્ટથી નવા પોખારા એરપોર્ટ તરફ જતા પ્લેનને ક્રેશ થઈ ગયું હતું, એમ યેતી એરલાઈનનાં પ્રવકતાએ જણાવ્યું હતું.
પોખારા એરપોર્ટ નજીક બનેલી હોનારતમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.