આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ આપણને આ જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી અનેક મજેદાર વસ્તુઓ કે બાબતો જોવા મળે છે. એક સમય હતો કે જ્યારે લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર મેસેજ મોકલવા માટે જ કરતાં હતા. પરંતુ હવે સમય બદલાયો છે અને મનોરંજન માટે પણ લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગ્યા છે.
દરરોજ કોઈને કોઈ મજેદાર ફોટો અને વીડિયો વાઈરલ થાય છે આજે આપણે અહીં આવા જ વીડિયો વિશે વાત કરવાના છીએ અને આ વીડિયોથી આચરવામાં આવી રહેલાં પિઝ્ઝા સ્કેમનો પર્દાફાશ કરીશું. પિઝ્ઝા લવર્સે સાવધાન થઈ જવાની જરુરી છે. પિઝ્ઝા ખાવાનું કોને ના ગમે? પિઝ્ઝા નામ સાંભળીને જ ભલભલાના મોઢામાંથી પાણી છુટવા લાગે છે. દરેક ઉંમરના લોકો પિઝ્ઝા પાછળ ગાંડા હોય છે. પરંતુ અનેક દુકાનદાર દ્વારા ખાસ ટેક્નિક વાપરીને ગ્રાહકોની છેતરપિંડી આચરવામાં આવે છે આજે આપણે અહીં આવા જ એક પિઝ્ઝા સ્કેમ વિશે વાત કરીશું.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ પિઝ્ઝા તૈયાર કર્યો છે, પણ એ પિઝ્ઝા ગ્રાહક સુધી પહોંચે એ પહેલાં જ તેણે ચાલાકી વાપરીને પિઝ્ઝામાંથી એક આખી સ્લાઈઝ ગાયબ કરી નાખી હતી અને ગ્રાહકને તેની જાણ સુધ્ધા ના થઈ.
@fun4laugh નામના એકાઉન્ટ પરથી આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયો 1.68 લાખ વખત જોવાઈ ચૂક્યો છે અને યુઝર્સ તેના પર કમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે બ્રધર આ સ્કેમ એટલી ચાલાકી કરવામાં આવ્યું છે કે ગ્રાહકને તેની જાણ સુધ્ધા નહીં થાય… તો વળી બીજા યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે આ સ્કેમ માર્કેટમાં એકદમ નવોજ છે અને દરેક પિઝ્ઝાપ્રેમીએ આવા સ્કેમથી સાવધ રહેવાની જરુર છે…
આવો જુઓ તમે પણ આખરે કેટલી ચાલાકીથી દુકાનદાર તમારા મનપસંદ પિઝ્ઝામાંથી આખી એક સ્લાઈઝ ગૂમ કરી દીધી અને તમને એની જાણ પણ ના થઈ…
Pizza scam pic.twitter.com/99d2R64RLb
— Funnyman (@fun4laugh) January 30, 2023