હમણાં હમણાંથી સોશિયલ મીડિયા પર વિમાની મુસાફરી દરમિયાનના વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, પછી એ પ્રવાસી અને ક્રુ મેમ્બર્સ વચ્ચેનો ઝઘડો હોય કે સીટ એક્સચેન્જ કરવા મામલે બે પ્રવાસીઓ વચ્ચે થયેલી છુટા હાથની મારા મારી હોય.. પણ હવે સોશિયલ મીડિયા પર એક પાઈલટનો એકદમ જોરદાર અને મનોરંજનથી ભરપુર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને પ્રવાસીઓને જે રીતે પાઈલટે સૂચના આપી છે એ જોઈને પ્રવાસીઓને પાઈલટના વખાણ કરી રહ્યા છે. વિમાન ટેક ઓફ કરે એ પહેલાં ક્રુ મેમ્બર્સ દ્વારા સુરક્ષાના મુદ્દાઓ સમજાવવામાં આવે છે. પણ આ પાઈલટે જે રીતે કાવ્યાત્મક અંદાજમાં પ્રવાસીઓને સૂચનાઓ આપી છે એ ખરેખર કાબિલે તારીફ છે. પાઈલટની એનાઉન્સમેન્ટનો આ અનોખો અંદાજ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ ફ્લાઈટ દિલ્હીથી શ્રીનગર જઈ રહી હતી અને ત્યારે પાઈલટે આ મજેદાર એનાઉન્ટમેન્ટ કરી હતી. પાઈલટને પ્રવાસીઓ માટે એક લાંબી કવિતા જ લખી હતી. અત્યાર સુધી દસ લાખ કરતાં વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને લાખો લોકો લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. તમે નથી જોયો હજી સુધી આ વીડિયો? તો જોઈ લો અહીં…
View this post on Instagram