ઝારખંડના ધનબાદમાં ગ્લાઈડર એરક્રાફ્ટ ક્રેશ થઇને ઘરની દિવાલ સાથે અથડાવાની ઘટના બની છે, જેમાં પાઈલટ અને એક બાળકને ગંભીર ઈજાઓ થઈ છે. મળતી માહિતી મુજબ ટેક્નિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં પાઇલટ અને બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સ્થાનિકોની મદદથી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ગ્લાઈડર પ્લેન બરવાડા એરસ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. ગ્લાઇડર જ્યારે શહેર પરથી ઊડી રહ્યું હતું ત્યારે તેમાં કંઇક ટેક્નિકલ ખામી સર્જાઇ હતી અને વિમાન અનિયંત્રિત થઇ ગયું હતું અને બિરસા મુંડા પાર્ક પાસે એક વ્યક્તિના ઘર પાસે જઇ પડ્યું હતું. બરવાડા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસકે મંડલે જણાવ્યું હતું કે, “પોલીસ સ્ટેશનમાં માહિતી મળી હતી કે બિરસા મુંડા નજીક એક ગ્લાઈડર ક્રેશ થયું છે. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ત્યાં તૈનાત છે. બે લોકો ઘાયલ થયા છે. અને અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. જે પરિવારના ઘરની દિવાલોને નુકસાન થયું હતું તે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે જ્યારે પ્લેન ક્રેશ થયું અને “છત પર પડ્યું” ત્યારે તેઓ ઘરની બહાર હતા. આ ઘટનાને કારણે પરિવારજનો હજી આઘાતમાં છે.
ગ્લાઈડર પ્લેન ઘર સાથે અથડાતાં પાયલટ અને બાળક ઘાયલ#BREAKING #Jharkhand #JharkhandNews #JharkhandPlaneCrash #planecrash #viralvideo #viral #NewsUpdate
click here for more details🔗👉https://t.co/QfXRf4Xp8y pic.twitter.com/ifvY4k9Ar6
— Mumbai Samachar Official (@Msamachar4u) March 24, 2023