ઉર્ફી એવી સાડી પહેરીને આવી કે લોકોની નજર એને જોતી જ રહી ગઇ!
પોતાની અતરંગી ફેશન સેન્સ અને એવા જ અતરંગી વિચારો ધરાવતી ઉર્ફી જાવેદ કોઇને કોઇ વાતે ચર્ચામાં રહેવા ટેવાયેલી છે. એની ફેશન સૂઝ જોઇને ક્યારેક લોકો મોં મા આંગળા નાખી દે છે તો ક્યારેક નિસાસા ય નાખે છે કે ક્યારે આની સાન ઠેકાણે આવશે અને એ ઢંગના કપડાં પહેરતી થશે. એ રોજ પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે.
હવે ઉર્ફી જાવેદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉર્ફીએ સાડી પહેરીને ધૂમ મચાવી છે. પરંતુ આ વખતે ઉર્ફીને ટ્રોલિંગ નહીં પણ ઘણી પ્રશંસા મળી છે. પિંક કલરની સાડી, અને માંગમાં ટીકા સાથે ઉર્ફીનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે. લોકો તેની પરથી નજર હટાવી શકતા નથી. તમે પણ જુઓ ઉર્ફીનો જાદુ અને તમે પણ પાણી-પાણી થઇ જશો.