જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની એક જાહેર સભામાં જોરદાર વિસ્ફોટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે વડાપ્રધાન કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાનના મીડિયાના અહેવાલ મુજબ વડાપ્રધાન કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. પશ્ચિમ જાપાનના વાકાયામાના બંદર પરથી એક શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો છે. જાપાનના સ્થાનિક મીડિયા સંસ્થાન દ્વારા ટ્વિટર વિડીયો પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ એકઠા થયેલા લોકો અને મીડિયાકર્મીઓ દોડતા જોવા મળે છે. વિસ્ફોટ બાદ
Update
Person apprehended, Japan PM Fumio Kishida safe after blast at speech — Japanese media(Video via social media) https://t.co/7QM32JZT9Y pic.twitter.com/8DZlcYGtaB
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) April 15, 2023
ધુમાડો છવાઈ ગયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર વડા પ્રધાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના થતા સિક્યુરિટી ઓફિસરોએ તરત જ પીએમ ફ્યુમિયો કિશિદાને કવર કરી લીધા હતા. સ્થળ પર એકઠા થયેલા લોકો પણ આમતેમ દોડવા લાગ્યા હતા. આ ઘટનાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, સ્થાનિક પોલીસે હાલ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. નેશનલ બ્રોડકાસ્ટર NHK એ ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે પોલીસ દ્વારા એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના ફૂટેજ પણ દર્શાવ્યા હતા. આ પહેલા જુલાઈ 2022માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક જાહેર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જાપાને વડાપ્રધાનની સુરક્ષા વધારી દીધી છે.