Homeટોપ ન્યૂઝઅંગદાન અંગે લોકોમાં જાગૃતિ વધીઃ PM Modi

અંગદાન અંગે લોકોમાં જાગૃતિ વધીઃ PM Modi

‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને અંગદાન કરવાનો કર્યો અનુરોધ
નવી દિલ્હીઃ ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે આજે દેશમાં અંગદાન કરવા અંગે લોકોમાં જાગૃતિ વધી છે અને છેલ્લા દસ વર્ષમાં તેની સંખ્યામાં પણ ત્રણ ગણો વધારો થયો છે. ઓલ ઈન્ડિયા રેડિયો પર જાણીતા કાર્યક્રમ ‘મન કી બાત’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંગદાન અંગેના વિચારો રજૂ કરતા લોકોને મોટી સંખ્યામાં અંગદાન કરવાનો અનુરોધ કર્યો હતો.
અંગદાન કરનારા અમુક પરિવારના અનુભવોને સાંભળ્યા પછી વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તમારો એક નિર્ણય અનેક લોકોની જિંદગી બચાવી શકે છે, જિંદગી બનાવી શકે છે. જે લોકો અંગદાન કરનારાની રાહ જોતા હોય છે તેમને ખબર હોય છે કે એક એક પળ વીતાવવાનું કેટલું મુશ્કેલ હોય છે, તેમાંય વળી જ્યારે કોઈ અંગદાન અથવા દેહદાન કરનારી વ્યક્તિ મળી જાય ત્યારે વાસ્તવમાં એ વ્યક્તિ તેના માટે ભગવાન જેવી લાગે છે, એવું તેમણે જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે દેશમાં મોટી સંખ્યામાં એવા જરુરિયાતમંદ લોકો છે, જે અંગદાન કરનારા લોકોની કાગડોળે રાહ જુએ છે. આ જ કારણથી રાજ્યોની નિવાસી સ્થિતિને દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે હવે દર્દી દેશના કોઈ પણ રાજ્યમાં જઈને અંગે મેળવવા માટે નોંધણી કરાવી શકશે. દેશમાં અંગદાન કરવા અંગે જાગૃતિ વધી છે. 2013માં દેશમાં અંગદાનના પાંચ હજારથી ઓછા કિસ્સા હતા, પરંતુ વર્ષ 2022માં પંદર હજારથી વધુ થયા છે. વાસ્તવમાં અંગદાન કરનારી વ્યક્તિ, પરિવાર બહુ પુણ્યનું કામ કર્યું છે

3 COMMENTS

  1. મન કી બાત મા મોદીજી એ આજે ખૂબ સરસ વાત કરી organ અંગદાન ડોનેસન ની વ્યકિત , પરિવાર ખૂબ પૂણ્ય નુ કામ કયુઁ છે, તેથી લોકો મા જાગરુકતા વધશે ,ને આજે મોદી યુગ ચાલી રહયો છે જેથી મોદીજી પ્રત્યે લોકો મા એટલા માન -સન્માનની નજર થી જોવે છે કે મોદી નો બોલ લોકો તરતજ જીલી લેસે, તેથી દેશ મા અંગદાન, નેત્રદાન ,ત્વચાદાન ..પ્રત્યે ચોકકસ જાગરુકતા વધશે એમા શંકા નથી ,તેથી હુ અંગદાન કરનાર વ્યકિત, પરૂવાર ને મોદીજી ની ખૂબ ખૂબ અનુમોદના કરુુ છુ , ને હુ આશા રાખુ છુ કાલ નુ મિડયા ,પેપર મા મન કી વાત ઓગઁન ડોનેસન ની વાત ની નોંધ પહેલા પેજ પર મોટા અક્ષરે સમાચાર છપાય જેથી જેણે મન કી બાત જોતા ન હોય તેને પણ આ વાત ની ખબર પડે…… મિરછાંમિ દુકકડંમ…

  2. મન કી બાત મા મોદીજી એ આજે ખૂબ સરસ વાત કરી organ અંગદાન ડોનેસન ની વ્યકિત , પરિવાર ખૂબ પૂણ્ય નુ કામ કયુઁ છે, તેથી લોકો મા જાગરુકતા વધશે ,ને આજે મોદી યુગ ચાલી રહયો છે જેથી મોદીજી પ્રત્યે લોકો મા એટલા માન -સન્માનની નજર થી જોવે છે કે મોદી નો બોલ લોકો તરતજ જીલી લેસે, તેથી દેશ મા અંગદાન, નેત્રદાન ,ત્વચાદાન ..પ્રત્યે ચોકકસ જાગરુકતા વધશે એમા શંકા નથી ,તેથી હુ અંગદાન કરનાર વ્યકિત, પરૂવાર ને મોદીજી ની ખૂબ ખૂબ અનુમોદના કરુુ છુ , ને હુ આશા રાખુ છુ કાલ નુ મિડયા ,પેપર મા મન કી વાત ઓગઁન ડોનેસન ની વાત ની નોંધ પહેલા પેજ પર મોટા અક્ષરે સમાચાર છપાય જેથી જેણે મન કી બાત જોતા ન હોય તેને પણ આ વાત ની ખબર પડે…… મિરછાંમિ દુકકડંમ…

  3. મુંબઇ સમાચાર પેપર નો દિલ થી ધન્યવાદ આપુ છુ, જેણે બીજે દિવસે પેપર મા પહેલા પેજ પર જ મન કી બાત મા ઓગઁન ડોનેસન સરળ બનાવશે ની Headlines બનાવી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -