આંબેડકર સર્કિટ ટ્રેન યાત્રા 14 એપ્રિલ થી શરૂ
ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશે બહુ ઓછાં યુવાનો જાણતા હશે. લોકોને તેમના જીવન ચરિત્રથી માહિતગાર કરવા તેમના જીવન સાથે સંકળાયેલા અગ્રણી સ્થળોનું પ્રદર્શન કરવા ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત એપ્રિલમાં “દેખો અપના દેશ” કાર્યક્રમ હેઠળ બાબા સાહેબ આંબેડકર યાત્રાનું સંચાલન કરવામાં આવશે. બાબાસાહેબ આંબેડકર અંગેની પ્રથમ યાત્રા 14 એપ્રિલ 2023માં નવી દિલ્હીથી શરુ થશે. ઉલ્લેખનીય છે કે “દેખો અપના દેશ” પહેલ હેઠળ IRCTC સમગ્ર ભારતમાં વિવિધ થીમ આધારિત સર્કિટ પર ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન કરે છે. બાબાસાહેબ આંબેડકર અંગેનો સૂચિત સાત રાત અને આઠ દિવસની ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન પ્રવાસ દિલ્હીથી શરૂ થાય છે અને તેનો પ્રથમ હોલ્ટ મધ્ય પ્રદેશમાં ડો. આંબેડકર નગર (મહુ) ખાતે આપવામાં આવ્યો છે, જે બાબા સાહેબનું જન્મ સ્થળ છે. ત્યારપછી ટ્રેન નાગપુર રેલ્વે સ્ટેશન પર જાય છે જ્યાં પ્રવાસીઓ બૌદ્ધ ધર્મના પવિત્ર સ્મારક દીક્ષાભૂમિની મુલાકાત લેવા આગળ વધે છે . ટ્રેન નાગપુરથી સાંચી માટે રવાના થાય છે. સાંચીના જોવાલાયક સ્થળોમાં સ્તૂપ અને અન્ય બૌદ્ધ સ્થળોની મુલાકાતનો સમાવેશ થાય છે. સારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત સાથે સાંચી પછીનું સ્થળ વારાણસી છે. ગયા એ પછીનું અને અંતિમ સ્થળ છે જ્યાં પ્રવાસીઓને પ્રસિદ્ધ મહાબોધિ મંદિર અને અન્ય મઠોની મુલાકાત કરાવવામાં આવે છે. રાજગીર અને નાલંદા, અન્ય મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળોને પણ આ યાદીમાં આવરી લેવામાં આવ્યા છે. આ પ્રવાસ આખરે નવી દિલ્હી ખાતે સમાપ્ત થાય છે. આ યાત્રામાં પ્રવાસીઓ પાસે દિલ્હી, મથુરા અને આગ્રા કેન્ટ સ્ટેશનો પર ટ્રેનમાં ચઢવાનો/ડી-બોર્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. બાબાસાહેબ આંબેડકર, જેને પ્રેમથી “બાબા સાહેબ” તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ભારતીય બંધારણના મુખ્ય આર્કિટેક્ટ હતા. તેઓ એક પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, રાજકીય કાર્યકર્તા, લેખક, વક્તા, ઇતિહાસકાર, લેખક, અર્થશાસ્ત્રી અને વિદ્વાન પણ હતા. આંબેડકર તેમના સમગ્ર જીવન દરમિયાન અસ્પૃશ્યતા જેવા સામાજિક દૂષણોને નાબૂદ કરવા માટે લડ્યા અને સામાજિક રીતે પછાત વર્ગોના અધિકારો માટે ઉભા થયા. IRCTC દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી આ યાત્રાનો હેતુ ડૉ. આંબેડકરના જીવન સાથે જોડાયેલા સ્થળોને પ્રકાશિત કરવાનો અને તેનું મહિમાગાન કરવાનો છે. નોંધનીય છે કે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની શરૂઆત ભારત સરકારની પહેલ “દેખો અપના દેશ”ને અનુરૂપ છે જેથી સ્થાનિક પ્રવાસન ક્ષેત્રે વિશેષ મહત્વ ધરાવતા સર્કિટને પ્રોત્સાહન મળે. “‘દેખો અપના દેશ’ પહેલ વડાપ્રધાન દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસન કરતાં સ્થાનિક પ્રવાસનને પ્રાધાન્ય આપવાની અપીલ તરીકે શરૂ કરવામાં આવી હતી