કચ્છી ચોવક -કિશોર વ્યાસ
ગણપતિજીનું પૂજન હંમેશાં પૂજન કાર્યના પ્રારંભમાં જ થાય. પૂજાની વચ્ચે કે અંતમાં ન થાય. એમ કરવાથી પૂજનનો અર્થ સરતો નથી. આ જુઓ કચ્છી ચોવક એજ વાત કઈ રીતે કહે છે: “ઉલરે ગડે કે઼ડા ગુણેરા! ગાડાંમાંથી બળદને છોડી મૂકી ગાડાંની ધૂંસરીવાળો ભાગ ઊંચો કરી દેવામાં આવે છે.
મતલબ કે બળદ અને ગાડા બન્નેનું કાર્ય પૂર્ણ થયું… ‘ગુણેશ’ એટલે ગણેશ. બળદ છોડી મૂક્યા પછી ગાડાંનો કોઈ ઉપયોગ રહેતો નથી…! એ કાર્યનો અંત છે! ચોવક એ જ કહેવા માગે છે કે. કાર્ય પૂર્ણ થયા પછી ‘શ્રી ગણેશ’ કામની શરૂઆત ન થાય.
ઘણા એવા લોકો હોય છે, જે હંમેશા પોતાની વાત જ સાચી અને બીજાની ખોટી તેવું
વર્તન કરતા હોય છે. એક ચોવકમાં ભગવાન
શ્રી કૃષ્ણને આવરી લઈ એવા લોકો માટે તે પ્રયોજાઈ છે કે “કૃષ્ણ કરે સે લીલા, ભાકી
મ઼િડે ભવાઈ! એજ વાત ગુજરાતી કહેવતમાં
પણ કહેવાઈ છે કે, “કૃષ્ણ કરે એ લીલા,
બાકી બધી ભવાઇ ચોવકમાં કે કહેવતમાં,
કૃષ્ણની લીલા બધાથી થઈ શકે નહીં કે,
બીજા કરે એ લીલા કહેવાય નહીં એવો
સૂચિતાર્થ છે, પણ ‘ભવાઈ’ શબ્દને અહીં
ઉતારી પાડવાનો કોઈ હેતુ નથી. પણ
‘ભવાઈ’ એ વાસ્તવિકતા નથી હોતી, પણ
કોઈએ ભજવેલું, તેનું ‘શક્તિ મુજબનું પુન: પ્રાયોગિકકરણ છે.’
ભોજનના પ્રારંભમાં અન્નદેવતા કે ઈષ્ટદેવનું સ્મરણ કે અર્પણ કરાતું હોય છે. દરેક કોળિયે તેમની જય બોલાવાતી નથી. તેના માટે એક સુંદર ચોવક છે: “ગ઼ટે ગ઼ટે ભિસ્મીલા ન વે.’ કચ્છીમાં કોળિયાને ‘ગ઼ટો’ કહેવાય છે. ‘ભિસ્મીલા’ કાર્યપ્રારંભે, મુસ્લિમ બિરાદવો ‘અલ્લાહ’નું સ્મરણ કરતાં બોલે છે.
ગરીબ લોકોની ઈશ્ર્વર પ્રત્યેની શ્રદ્ધાને પણ ચોવકમાં વણી લેવામાં આવી છે. “ગ઼રીભ છોરા, તેં કે રામજા રખવારા ગરીબી ક્યાં આળોટે છે, અને ગરીબ છોકરાં કેમ ઉછરે છે. તેનાથી આપણે કોઈ અજાણ નથી. આ ચોવકનો અર્થ-ભાવાર્થ એટલો જ થાય છે કે, ગરીબનાં છોકરાંને હોય છે માત્ર રખોપાં!
તેના જેવી બીજી પણ ચોવક છે, જેનો અર્થ અને ભાવાર્થ એજ થાય છે કે, જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે! “જેં જો કો નાંય તેંજો ભગવાન આય! વળી ઈશ્ર્વરકૃપા હોય તો જ સંસ્કારનું સિંચન થાય.
કચ્છીમાં કહેવાયું છે કે, “જનમ ડે જનેતા, કરમ ડે કિરતાર મતલબ કે, જનેતા જન્મ આપે છે અને ઈશ્ર્વર કર્મને આધીન જીવન આપે છે. ઈશ્ર્વર તો સૌને તેની કક્ષા પ્રમાણે આપતો હોય છે. તેવી માન્યતાવાળી ચોવક છે: “છેણેં જા ડેવ તેં કે કપાસીયેંજી અખીયૂં અહીં ‘છેણેંજા’ એટલે છાણના, ‘ડેવ’ એટલે દેવ, અખીયૂંનો અર્થ છે. આંખો!
છાણાના દેવને-કપાસીઆની આંખો!
ચોવકમાં ઈશ્ર્વર તરફથી થતા અન્યાયની
આહ છે! ઈશ્ર્વર કક્ષા પ્રમાણે આપે છે કે
આપ્યા પછી કક્ષા નક્કી કરે છે! આટલી એક ચોવક તેના ઊંડાણમાં કેટલું તત્ત્વજ્ઞાન ભંડારી
શકે છે!
આ ચોવક માણજો મિત્રો, એમાં ફળની
મજા વણી લેવાઈ છે! આંબાની આંબલી
સાથે અને ધિધડ એટલે કે કચિકાની દ્રાક્ષ
સાથે સરખામણી કરવામાં આવી છે! ‘આમેં
સા ન આમરી, ધિધડ સા ન ધ્રાખ’, ‘આમેં
સા’ એટલે ‘આંબા જેવી ધિધડ’ એટલે
કચિકા, તેની દ્રાક્ષ સાથે સરખામણી કરીને
ચોવક કહે છે કે, એ બધાને એક બીજા સાથે સરખાવી ન શકાય! અર્થમાં ગહનતા છે, જે
તમારા પર છોડું છું! બાકી, આ તો ચોવકોનું અમી છે, અમૃતપાન કરતાં ધ્રો ન થાય!
લો, એના માટે પણ એક ચોવક છે: “અમી પીંધે કેર ધ્રાય?