ફિલ્મી નેતાઓની સરખામણીમાં રાજનેતાઓની લોકપ્રિયતા ઓછી આંકવામાં આવે છે. બિહારના ડેપ્યુટી સીએમ થોડા અલગ હોય તેમ જણાય છે કેમકે તેમને જોવા માટે લોકોએ ભારે ભીડ જમાવી હોવાનો અને ધક્કામુક્કી કરી કાચનો દરવાજો તોડી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેજસ્વી યાદવ શુક્રવારે પટણાના બાપૂ સભાગૃહમાં કર્પૂરી ઠાકુરની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમમાં શામિલ થવા ગયા હતા.
આ સમયે ધક્કામુક્કી થઈ હતી. તેઓ કાર્યક્રમમાં ભાગ લઈ બહાર નીકળ્યા તો લોકોએ તેમને મળવા માટે ધક્કામુક્કી કરી દીધી. જેવા તેજસ્વી દરવાજાની બહાર નીકળ્યા કે કાચનો દરવાજો પણ તોડી નાખ્યો. તેજસ્વી તો બચી ગયા, પરંતુ બે છોકરીઓ ઘાયલ થઈ ગઈ. કાચનો દરવાજાના નાના નાના ટૂકડા થઈ ગયા હતા, નસીબજોગે તેજસ્વી યાદવ બચી ગયા. જોકે તેમણે એક ભૂલ કરી નાખી હતી. તેમણે ટ્વીટ કરી પહેલેથી જાણકારી આપી દીધી હતી કે તેઓ આજે પટણા મુલાકાતે આવનાર છે, પછી તો લોકોની ભીડ જામી ને થઈ બબાલ.